ભાજપ સાંસદ પરબતભાઈ પટેલનો કથિત એડલ્ટ વીડિયો વાયરલ, આપ નેતા સહિત બેની ધરપકડ
બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનો હાલમાં જ એક કથિત વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક મહિલા સાથે દેખાઈ રહ્યા છે. આ કેસમાં આપ નેતાની ધરપકડ કરવામાં આવી છે.
પાલનપુરઃ ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનો હાલમાં જ એક કથિત વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક મહિલા સાથે દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોમાં વાયરલ થયા બાદ સાંસદના દીકરા શૈલેષ પટેલે આપ નેતા અને એક અન્ય સામે કેસ નોંધાવ્યો છે. પોલિસે આ મામલે કેસ નોંધી લીધો છે અને બે જણની ધરપકડ કરી છે જેમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા માધાભાઈ પટેલ પણ શામેલ છે. જ્યારે બીજા આરોપીની ઓળખ મુકેશ રાજપૂત તરીકે થઈ છે.

જો કે ભાજપ સાંસદે આ વીડિયોને ષડયંત્ર ગણાવ્યુ છે અને કહ્યુ કે આ વીડિયો નકલી છે, મારા ફોટાને જાણી જોઈને લગાવવામાં આવ્યો છે જેથી મારી પાસેથી પૈસા પડાવી શકાય. વળી, પોલિસનુ કહેવુ છે કે તે આ વીડિયોને તપાસ માટે ફૉરેન્સિક લેબ મોકલાશે. આ પહેલા આપ નેતા માધાભાઈ પટેલે ફેસબુક પર એક ફોટો શેર કર્યો હતો જેમાં લોકોના ચહેરા નહોતા દેખાઈ રહ્યા. તેમણે દાવો કર્યો હતો કે તે 15 ઓગસ્ટે બનાસકાંઠાના મોટા નેતાના યૌન સંબંધનો વીડિયો શેર કરશે. જ્યારે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તો ભાજપ સાંસદે કહ્યુ કે મે મારી જિંદગીમાં ક્યારેય ખોટુ નથી કર્યુ. સંભવ છે કે આ લોકોએ મારો ફોટો એડિટ કરીને લગાવ્યો હોય.
જો કે માધાભાઈ પટેલ હજુ પણ દાવો કરી રહ્યા છે કે આ બધુ થવા છતાં પણ તે આખો વીડિયો સોશિયલ મીડિયા પર 15 ઓગસ્ટે પોસ્ટ કરશે પરંતુ 15 ઓગસ્ટ પહેલા જ કથિત સેક્સ વીડિયો સોશિયલ મીડિયા પર મંગળવારે વાયરલ થઈ ગયો. વળી, પરબતભાઈ પટેલના દીકરા શૈલેષ પટેલે આ સમગ્ર મામલે ષડયંત્રની વાત કહી છે. તેણે આરોપ લગાવ્યો કે મારા પિતા નિર્દોષ છે, આ મારા પિતાને બદનામ કરવા માટે તેમના વિરુદ્ધ ષડયંત્ર છે. તેમની પાસેથી પૈસા પડાવવા માટે આ કરવામાં આવ્યુ છે. એટલુ જ નહિ શૈલેષનુ કહેવુ છે કે આરોપીએ વીડિયો રિલીઝ ન કરવાના બદલામાં તેમની પાસે પૈસા પણ માંગ્યા હતા.












Click it and Unblock the Notifications
