ગુજરાતમાં BJPમાં બગાવતને લઈને ગેહલોતનું મોટુ નિવેદન, કહ્યું- BJP હવે પહેલા જેવી પાર્ટી નથી રહી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ ગરમ છે ત્યારે કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બીજેપી પર કટાક્ષ કર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ ગરમ છે ત્યારે કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બીજેપી પર કટાક્ષ કર્યો છે. હાલ ગુજરાતમાં ટિકિટ વહેચણીને લઈને બીજેપીમાં મોટી બગાવત જોવા મળી ત્યારે હવે ગેહલોતે આ મુદ્દે બીજેપી પર કટાક્ષ કર્યો છે.

Ashok Gehlot

હાલ ગુજરાતમાં બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગેહલોતે બીજેપીને છંછેડી છે. ગેહલોતે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, પાર્ટી પહેલા જેવી પાર્ટી નથી રહી. બે ચૂંટણી વાળા રાજ્યોમાં ઘણા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના અહેવાલો વચ્ચે લોકોએ ભગવા પાર્ટીમાં બોલવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં ઓછામાં ઓછા 33 અને હિમાચલમાં 21 ધારાસભ્યોએ બળવો કર્યો છે. પીએમ મોદીની પાર્ટી પહેલા જેવી નથી રહી, બદલાઈ ગઈ છે અને લોકો બોલવા લાગ્યા છે.

હાલમાં જ બીજેપીએ કેટલાક પુર્વ ઘારાસભ્યો સહિતના નેતાઓને પાર્ટી વિરૂદ્ધ બગાવત કરવા માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે ત્યારે અશોક ગેહલોતે આ કટાક્ષ કર્યો છે. બીજેપી દ્વારા સસ્પેન્ડ કરાયેલા આ નેતાઓએ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. હાલમાં ફોર્મ ભરવાની અને પાછા ખેંચવાની તમામ પ્રકિયા પુરી થઈ ગઈ છે અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી બાદ 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X