For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલમમા બોલ્યા CR પાટીલ, કહ્યું- જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ કરે છે ભાજપ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કરતા પહેલા સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનના વિચારો અને પસંદગી જાણવા માટે “અગ્રેસર ગુજ

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કરતા પહેલા સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનના વિચારો અને પસંદગી જાણવા માટે "અગ્રેસર ગુજરાત કેમ્પેઇન" નું લોન્ચિંગ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે અગ્રેસર ગુજરાતનું કેમ્પેઇન તારિખ 5 થી 15 સુધી યોજવામાં આવશે. આ કેમ્પેઇનમાં સુચના પેટી દરેક તાલુકા મંડળ, દરેક જાહેર સ્થળો પર,ગ્રામ પંચાયતો પર મુકવામાં આવનાર છે અને પોસ્ટ કાર્ડ માધ્યમ થકી ગુજકાતની જનતા તેમના સુચનો જણાવી શકશે તેમજ www.agresargujarat.comની વેબસાઇટ તેમજ 78 78 182182 નંબર પર પણ ભાજપના સંકલ્પો અંગે સુચનો જણાવી શકશે.

CR patil

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી આવી ગઇ છે ત્યારે રાજયની પ્રજાના સુચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે અને એટલે તારીખ 5 થી 15 દરમિયાન જનતા જનાર્દનના સુચનોનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચારવિમર્શ કર્યા પછી સંકલ્પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.

ગત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા તેમાં મોટા ભાગના વચનો પુર્ણ કરવામાં આવ્યા છે તો જે વચનો બાકી છે તે સંકલ્પો પુરો કરવાના પ્રયાસો ચાલુ છે તે સિવાચ ભાજપે જે વચનો નથી આપ્યા છતા જનતાની અપેક્ષાને પુર્ણ કરવામા ક્યાંય કચાસ બાકી રાખી નથી. જનતાને આપેલા વચનો ભાજપ હમેંશા પુર્ણ કરે છે અને એટલે જ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશિર્વાદ આપી સત્તા આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે જેના કારણે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી.

CR પાટીલે વધુમાં જણાવ્યું કે, આ વખતની વિઘાનસભામાં ગુજરાતની જનતા ઐતિહાસીક બેઠક આપશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ કરે છે. CR પાટીલે જયનારાયણ વ્યાસના રાજીનામાં અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, જયનારાયણભાઇ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. જયનારાયણભાઇને પાર્ટીએ 2 વખત ટીકિટ આપી હતી કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે પરંતુ 75 વર્ષ પછી ભાજપમાં ટીકિટની અપેક્ષા નહી હોય અને આ પાર્ટીનો એક નિયમ છે તેના કારણે તેમને રાજીનામું આપ્યું હશે જેને પાર્ટીએ સ્વીકાર્યુ છે. C R પાટીલે ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું કે, ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપવાની નથી.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીઓ પ્રદિપસિંહ વાઘેલા, ભાર્ગવભાઇ ભટ્ટ, વિનોદભાઇ ચાવડા, પ્રદેશના પ્રવકતા અને મેનિફેસ્ટો કમિટિના ચેરમેન યમલભાઇ વ્યાસ, કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
BJP is trying to make people's dream Gujarat: CR Patil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X