ભાવસિંહ રાઠોડે ભાજપ છોડી ફરી કોંગ્રેસનો હાથ ઝાલ્યો

પક્ષ છોડવા પાછળનું કારણ સમીની બેઠક રદ થવી અને રાધનપુરની બેઠક તેમને મળે તેમ નહી હોવાનું છે. ભાવસિંહ રાઠોડ કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને ઉત્તર ગુજરાતના ઠાકોરની વસ્તીવાળા મતવિસ્તારોમાં નુક્સાન જશે અને તેનો લાભ કોંગ્રેસને મળશે.
અત્રે એ વાત નોંધનીય છે કે, 2007માં તેઓ કોંગ્રસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 2009માં તેઓ ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડ્યા પરંતુ તેમા તેમનો પરાજય થયો. 2010માં સમી હારીજની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાતા તેઓ ભાજપ તરફથી ઉમેદવાર રહ્યા અને વિજયી થયા હતા.












Click it and Unblock the Notifications
