મોરબીઃ ભાજપના ધારાસભ્યે યુવકને જાહેરમાં ધોઇ નાંખ્યો

મોરબી, 25 નવેમ્બરઃ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સોમવારે એક યુવકને જાહેરમાં લાકડીથી ઝૂડી નાંખ્યો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો. બીજી તરફ કાંતિલાલ અમૃતિયાએ જે યુવકની જાહેરમાં ધોલાઇ કરી હતી તેની વિરુદ્ધ નશાની હાલતમાં તલવાર લઇને ભયનો માહોલ ઉભા કરવાનો ગુનો પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે.

kantilal-amrutiya
બનાવ અંગે મળતી માહિતી અનુસાર વોટ્સએપ સહિતના સોશ્યલ મીડિયામાં એક વીડિયો ફરતો થયો છે, જેમાં ટી-શર્ટ પહેરેલા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એક શખ્સની જાહેરમાં ધોલાઇ કરી રહ્યાં છે, જ્યારે બીજી તરફ આસપાસ રહેલા લોકોના ટોળાએ કાંતિલાલને કાયદો હાથમાં લેતા અનેકવાર અટકાવ્યા હતા, પરંતુ કાંતિલાલ રોકાયા નહોતા એટલું જ નહીં, પરંતુ તેમના કમાન્ડોએ પણ આ શખ્સની ધોલાઇ કરી હોવાનું અને તેને ઢસેડ્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે.

આ ઘટના અરૂણોદયનગર ખાતે સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી, જેનેકોઇ વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી અને સાંજ સુધીમાં આ વીડિયોને વાયરલ કરી નાંખ્યો હતો. આ ઘટના બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ એવું નિવેદન આપ્યું છેકે, તેમણે આ શખ્સની લાકડી વડે ધોલાઇ કરી નથી. એ શખ્સ પાસે તલવાર હતી, જેનાથી બચવા તેમણે લાકડી આડી નાંખી હતી, પરંતુ એ શખ્સ પર લાકડીથી પ્રહારો કર્યા નથી.

આ ઘટના બાદ એ શખ્સને પોલીસને સોંપી દેવામા આવ્યો હતો, પોલીસે જગદીશ આહીર નામના શખ્સ વિરુદ્ધ હથિયાર રાખવાના અને ભયનો માહોલ પેદા કરવાના કેસમાં ધરપકડ કરી હતી. બીજી તરફ કાંતિલાલ અમૃતિયાએ શખ્સની ધોલાઇ કરી હોવાના વીડિયોએ એક નવો વિવાદ ઉભો કરશે તેવી શક્યતાઓ જણાઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X