લોકોના દિલમાં રહેનાર મોદી પાસે નથી પોતાનું ઘર

By Gajendra
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 એપ્રિલ: દેશભરમાં હાલમાં ચૂંટણીનો રંગ છવાયો છે. 7 એપ્રિલથી દેશમાં મતદાન પ્રક્રિયા શરૂ પણ થઇ ગઇ. એવામાં હાલ જેની પર આખા દેશની નજર છે તેવા ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર છે. લોકો તેમના ભાષણો અને નિવેદનો ખૂબ જ ઉત્સાહથી અને ધ્યાનથી સાંભળી રહ્યા છે.

નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક અને ગુજરાતની વડોદરા એમ બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ વડોદરાથી પોતાનું ઉમેદવારી પત્ર ગઇકાલે 9 તારીખે ભરી દીધું. નરેન્દ્ર મોદીએ પહેલા કિર્તીસ્તંભથી કલેક્ટર કચેરી સુધી રોડ શો કર્યો હતો અને બાદમાં પોતાના ચાર ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. મોદીએ પોતાના ચાર ટેકેદારોમાં એક કિરણભાઇ મહિડા (ચાવાળા)ને પણ રાખ્યા હતા.

મોદી દ્વારા ગઇકાલે ભરવામાં આવેલા ઉમેદાવરી પત્રમાં ઘણીબધી રસપ્રદ બાબતો જોડાયેલી છે. જેનો ઉલ્લેખ કરવો અનિવાર્ય બની જાય છે. સૌથી પહેલા તો એ કે નરેન્દ્ર મોદીએ પહેલીવાર લોકસભા ચૂંટણી માટેનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે આ પહેલા તેમણે કૂલ ચાર વખત ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2002માં પહેલી વાર આવુ ઉમેદવારી પત્ર રાજકોટ-2 વિધાનસભા પેટા ચૂંટણી માટે ભર્યુ હતું. તે પછી તેમણે વિધાનસભા ચૂંટણી 2002, 2007 અને 2012માં મણિનગર બેઠક માટે જે ઉમેદવારી પત્ર ભર્યું.

જોકે આ વખતના પાંચમાં ઉમેદવારી પત્રમાં એક વાત ઉડીને સૌના આંખે વળગી છે. અને તે એ છે કે મોદીએ અત્યાર સુધી ભરેલા ઉમેદવારી પત્રમાં લગ્નસાથીનું ખાનું ખાલી જ રાખતા હતા. હવે જ્યારે મોદી લોકસભા ચૂંટણી માટે પહેલી વાર ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યાં, ત્યારે તેમાં પહેલી વાર પત્ની તરીકે જશોદાબેનને સ્થાન આપ્યું. જોકે તેની પાછળ મોદીની સ્ત્રી સશક્તિકરણ અથવા જંગ જીતવા માટે પોતાની સ્ત્રીને પડખે રાખવાનો ભાવ પણ માનવામાં આવી રહ્યો છે.

આપણને એ વાતનો તો ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપતી છે, તેમની પાસે કેટલું બેંક બેલેન્સ છે વગેરે વગેરે.. પરંતુ શું આપે ક્યારેય એ જાણવાની કોશીશ કરી છે કે નરેન્દ્ર મોદી પાસે શું નથી...

આવો જોઇએ આ સ્લાઇડરમાં કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પાસે શું નથી...

જાણો મોદી પાસે શું શું નથી

જાણો મોદી પાસે શું શું નથી

નરેન્દ્ર મોદી પાસે પોતાની પેઢી. કંપની, ટ્રસ્ટ કે કોઇ વ્યક્તિને આપેલી અંગત રકમ પણ નથી.

જાણો મોદી પાસે શું શું નથી

જાણો મોદી પાસે શું શું નથી

હંમેશા સરકારી ગાડીમાં ફરનારા કે વિમાનમાં મુસાફરી કરનારા નરેન્દ્ર મોદી પાસે પોતાનું વાહન જ નથી.

જાણો મોદી પાસે શું શું નથી

જાણો મોદી પાસે શું શું નથી

હંમેશા ખેડૂતોના હિતોની વાત કરનારા નરેન્દ્ર મોદી પાસે પોતાની કોઇ જમીન પણ નથી. કે નથી તેમણે હજી સુધી કોઇ જમીન ખરીદી કે નથી તેમને કોઇ જમીન વારસામાં મળી.

જાણો મોદી પાસે શું શું નથી

જાણો મોદી પાસે શું શું નથી

નરેન્દ્ર મોદી પાસે બિનકૃષિવિષયક જમીન પણ નથી એવું તેમણે પોતાના સોગંધનામાં જણાવ્યું છે.

જાણો મોદી પાસે શું શું નથી

જાણો મોદી પાસે શું શું નથી

નરેન્દ્ર મોદી પાસે કોઇ વાણિજ્યિક મકાન પણ નથી. નરેન્દ્ર મોદી માત્ર સરકારી આવાસમાં રહે છે.

જાણો મોદી પાસે શું શું નથી

જાણો મોદી પાસે શું શું નથી

નરેન્દ્ર મોદીએ સોગંધનામામાં રહેણાંક મકાનમાં એક સંયુક્ત માલિકીનું ગાંધીનગરમાં મકાન હોવાનો ઉલ્લેખ કર્યો છે. જે તેમના ભાઇના નામે છે.

જાણો મોદી પાસે શું શું નથી

જાણો મોદી પાસે શું શું નથી

આ ઉપરાંત નરેન્દ્ર મોદી પાસે કોઇ વારસાગત મિલકત નથી.

જાણો મોદી પાસે શું શું નથી

જાણો મોદી પાસે શું શું નથી

આ ઉપરાંત નરેન્દ્ર મોદી પર કોઇ લોન, પાણી પૂરવઠા વેરા, મોબાઇલ બિલ, વીજળી બીલ, સરકારી વાહનવ્યવહારના લેણા, આવક, કે સંપતિ વેરાના લેણા, મિલકત વેરા કે અન્ય કોઇ લેણા બાકી બોલતા નથી.

English summary
BJP PM Candidate Narendra Modi have not own vehicle, home and property.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X