For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ અધ્યક્ષ કરશે સુરતમાં થ્રી લેયર ફ્લાયઓવરનું લોકાર્પણ

સુરતમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ 133 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સહારા દરવાજા પરનો મલ્ટિ લેયર પણ તૈયાર થઇ ગયો છે તેને ઓન રીંગરોડના બ્રિજની સાથે ખુલ્લો મુકાશે. બંને ફ્લાયઓવર શરૂ થતાં અંદાજે 15 લાખ લ

|
Google Oneindia Gujarati News

સુરતમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ 133 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સહારા દરવાજા પરનો મલ્ટિ લેયર પણ તૈયાર થઇ ગયો છે તેને ઓન રીંગરોડના બ્રિજની સાથે ખુલ્લો મુકાશે. બંને ફ્લાયઓવર શરૂ થતાં અંદાજે 15 લાખ લોકોને રાહત મળશે. 25 વર્ષ પહેલા રિંગ રોડ બ્રિજ બન્યા બાદ વાહનોની સંખ્યા વધતા ટ્રાફિકનો જોતા આ પ્રકારના ઓવર બ્રિજની જરૂરિયાત લોકમાં જણાતી હતી. જેને લઈ મલ્ટિલેયર બ્રિજનું આયોજન કરાયું હતું.

C R PATIL

આ નવો મલ્ટિલેયર ફ્લાયઓવર બનવાને કારણે રિંગ રોડથી કડોદરા તરફ આવવા-જવા માટે ન્યૂ બોમ્બે માર્કેટ વિસ્તાર સહિતના ગીચ ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. આગામી 19 જૂનને રવિવારે સાંજે 5.00 કલાકે આ બંને ફ્લાયઓવરને કેબિનેટપ્રધાન દર્શના જરદોશ શહેરી વિકાસપ્રધાન વિનુ મોરડિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે.

સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારની ટ્રાફિક સમસ્યા નિવારવા રીંગરોડ પર બનેલા ડો. બાબા સાહેબ આંબેડકર ફ્લાય ઓવર બ્રિજ શહેરનો સૌથી વ્યસ્ત બ્રિજ છે. પચ્ચીસ વર્ષ પહેલા 18 કરોડમાં બનેલા આ ફ્લાય ઓવર બ્રિજનું હાલમાં રીપેરીંગ કાર્ય ચાલી રહ્યું હોવાથી બંધ કરાયો હતો.

English summary
BJP president C R Patil to inaugurate three layer flyover in Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X