ભાજપની બી ટીમ AAP માત્ર જાહેરાતોનું રાજકારણ કરે છે-કોંગ્રેસ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાઓની અવરજવર વધી ગઇ છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાઓની અવરજવર વધી ગઇ છે. ત્યારે, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ દીક્ષીતે જણાવ્યું હતું કે, જાહેરાતોમાં દિલ્હીનું સુંદર ચિત્ર દર્શાવતી ભાજપની બી-ટીમ 'આપ’ પાર્ટીનું વાસ્તવિક ચિત્ર ઘણુ કદરૂપુ છે. શિક્ષણ અને આરોગ્યના આપ મોડલમાં પોલમપોલ છે. કેજરીવાલ માત્રને માત્ર જુઠ્ઠાણું ચલાવી રહ્યાં છે.

શીલા દિક્ષીતના શાસનમાં બનાવેલ સરકારી સ્કુલો બાદ એક પણ સરકારી સ્કુલનું નિર્માણ આપ પાર્ટીએ કર્યું નથી. દિલ્હીમાં આપ પાર્ટીના કુશાસનના લીધે સ્કુલમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશીયોમાં સતત વધારો થયો છે. સરકારી સ્કુલોમાં જુદા જુદા રંગરોગાન – સમારકામ કરી માત્ર બ્યુટીફિકેશનના કામના કોન્ટ્રાક્ટ અપાયા છે. આ શિક્ષણ મોડલ નથી પરંતુ આપ પાર્ટીનું 'ઠેકેદાર મોડલ’ છે. કોંગ્રેસ પક્ષના શાસનમાં દિલ્હી પરિવહનની બસોમાં 3100 થી વધીને 5900 બસો કરાઈ હતી. પરંતુ, આપ પાર્ટીના શાસનમાં બસોની સંખ્યા ઘટીને 3760 બચી છે.
કોંગ્રેસ પક્ષના શાસનમાં 39 સરકારી હોસ્પિટલનું નિર્માણ કર્યું. પણ મોટી મોટી વાતો કરતી આપ પાર્ટીએ આઠ વર્ષમાં એક પણ સરકારી હોસ્પિટલ બનાવી નથી. સરકારી હોસ્પિટલમાં મફત સારવાર શીલા દિક્ષીતના સમયથી ચાલે છે પરંતું, કેજરીવાલ માત્ર મફત સારવારની જાહેરાતોમાં વાહવાહી લુટી રહ્યાં છે. મહોલ્લા ક્લીનીકની મોટી મોટી જાહેરાતો પણ વાસ્તવિકતાથી દુર છે. મહોલ્લા ક્લીનીકમાં કોઈ દવા મળતી નથી, ઈન્જેક્શન અપાતા નથી માત્ર શરદી, ખાસી જેવી પ્રાથમિક સુવિધાઓ પોતાના માનિતા કોન્ટ્રાક્ટ પર રાખેલા ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે.
તેમણે વધુ આપના કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, ભાજપની બી ટીમ ગુજરાતમાં માત્ર પોતાનું 'જાહેરાતનું રાજકારણ’ કરી રહી છે. ખરેખર તો આપનું મોડલ સંપૂર્ણપણે ફેલ મોડલ છે.












Click it and Unblock the Notifications
