હાર્દિકની 'સંકલ્પ યાત્રા' સામે ભાજપની 'ગુજરાત ગૌરવ યાત્રા'

Subscribe to Oneindia News

હાર્દિક પટેલ ગુરૂવારે ભાજપના વિરોધમાં અમદાવાદથી સોમનાથ સુધી 'સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કર્યો હતો. જેમાં તે સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ યાત્રાને બરાબરની ટક્કર આપવા ભાજપ પણ 'ગુજરાત ગૌરવ યાત્રા'ની શરૂઆત કરશે. ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલના ગામ બોરસદથી 'ગુજરાત ગૌરવ યાત્રા'ની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરાવશે. આ યાત્રાની તમામ જવાબદારી નીતિના પટેલ ઉપર રહેશે. જેમાં 140 વિધાનસભા સીટોને આવરી લેવામાં આવશે.

gujarat

નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ ભાજપ ગુજરાતની તમામ સીટો સુધી વિવિધ રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી નાખી હતી. ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ હાલ ગુજરાતની 182 વિધાન સભામાં 'વિજય ટંકારા યુવા સંમેલન' કરીને ચૂંટણી પ્રચારને વેગ આપી રહ્યા હતા. ભાજપની આ યાત્રા ચૂંટણી પ્રચારનો ભાગ બનશે તેમાં કોઈ નવાઈ નથી. ભાજપ સતત ચૂંટણીલક્ષી કાર્યક્રમ આપી રહ્યા છે. ભાજપના તમામ રાષ્ટ્રીય નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે એ પછી વડાપ્રધાન મોદી હોય કે પછી અરૂણ જેટલી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ 'યુવા ટાઉન હોલ' કાર્યક્રમ કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી નાખ્યા હતા.

English summary
BJP's Gujarat Gaurav Yatra against Hardik patel Sankalp Yatra
Please Wait while comments are loading...