ભાજપના નેતાની ધમકી, દાઢી અને ટોપી વાળા વસ્તી ઘટાડે

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા ડભોઇના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટા કંઇક તેવું બોલી ગયા કે જેના કારણે હાલ મોટો વિવાદ સર્જાયો છે. ડભોઇના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ કહ્યું કે દાઢી-ટોપી વાળાએ પોતાની વસ્તી ઘટાડવી જોઇએ. જે પર વિવાદ થતા શૈલેષ ભાઇએ ફરી એક વાર સ્પષ્ટતા આપી છે કે તે મેં કંઇ ખોટું નથી કહ્યું અને આ માટે ચૂંટણી પંચ સામે પણ મને લઇ જવાય તો પણ મને વાંધો નથી.

Gujarat Election

નોંધનીય છે કે બુધવારે એક જનસભા વખતે શૈલેશ ભાઇએ આ વાત કહી હતી. સાથે જ તેમણે કહ્યું કે આપણે આપણી વિધાનસભાને દુબઇ નહીં બનવા દઇએ. તેમણે કહ્યું કે હું અહીં ભય પૈદા કરવા આવ્યો છું. જો ભીડમાં કોઇ દાઢીવાળો હોય તો હું માફી માંગુ છું પણ આ વાતોને ઓછી થવું પડશે. મને અનેક લોકો આવી વાત ન કરવાનું કહે છે પણ ખાલી 10 ટકા લોકોના કારણે હું મારી વાત કેમ ના કહું. નોંધનીય છે કે ડભોઇના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટા પોતાના મત વિસ્તારમાં એક ગામમાં શાંતિ સમિતિની એક બેઠકમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

English summary
bjp Shailesh Mehta said those supporting a beard and a topi must not raise their voice and eyes.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.