ભાજપ યુવા મોરચોનું 31મીથી વિધાનસભા વિજય પ્રયાણ અભિયાન

bjp
અમદાવાદ, 27 ઑક્ટોબર : ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રદિપસિંહ વાઘેલાએ શુક્રવાર, 26 ઑક્ટોબર, 2012ના રોજ પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે મળેલી પ્રદેશ બેઠકમાં નિર્ધારીત કરાયેલ કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારનો પર્યાય બનેલી કોંગ્રેસનો સફાયો કરવા યુવા મોરચા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઑક્ટોબરથી 'વિધાનસભા વિજય પ્રયાણ અભિયાન' નો પ્રારંભ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચારના ભાગ રૂપે 'વિધાનસભા વિજય પ્રયાણ અભિયાન' અન્વયે યુવા ભાજપાના ૨૦૦૦ વિસ્તારકો ગુજરાત રાજયના ૩૦,૦૦૦ બુથોનો સંપર્ક કરવા પ્રયાણ કરશે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક ઉદ્બોધન સાથે 31 ઑક્ટોબરના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતેથી તેમને પ્રયાણ કરાવશે.

આ અભિયાન 31 ઑક્ટોબરથી 4 નવેમ્બર સુધી ચાલશે. અભિયાનના અંતિમ દિવસે રાજયની 900 જીલ્લા પંચાયત સીટ પર 'યુવા સંમેલન' યોજવામાં આવશે. આ સંમેલનમાં ગુજરાતની ભાજપા સરકારની યુવા વિકાસલક્ષી હકારાત્મક નીતિ અને કોંગ્રેસની યુવા, ગુજરાત અને રાષ્ટ્રવિરોધી નીતિઓથી યુવાનોને અવગત કરાશે અને ગામે-ગામથી કોંગ્રેસનો સફાયો કરવાનું આહ્વાન કરાશે.

તેઓએ અંતમાં જણાવ્યું છે કે ગુજરાત ભાજપા યુવા મોરચાના વિસ્તારકોએ ગામે ગામ જઇને કરવાની કામગીરીનું માર્ગદર્શન આપવા માટે 29 ઑકટોબરના રોજ રાજયના દરેક જીલ્લામાં 'પ્રશિક્ષણ વર્ગ' યોજાશે. વિસ્તારકોને વિદાય આપવાના 31 ઑકટોબરના રોજ યોજાનારા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુ, ભાજપાના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીષજી, ભાજપાના પ્રદેશ મહામંત્રી શંકરભાઈ ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X