For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ભાજપ 94 ઉમેદવારોની યાદીને આખરી ઓપ અપાશે

|
Google Oneindia Gujarati News

gujarat-bjp
અમદાવાદ, 28 નવેમ્બર : ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 28 નવેમ્બરના રોજ દિલ્હીમાં મળી રહી છે. આ બેઠકમાં બીજા તબક્કાના ગુજરાત વિધાનસભાના ૯૪ ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની 17 ડિસેમ્બરના રોજ યોજાનારી બીજા તબક્કાની 95 બેઠકોની ચૂંટણીના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા માટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની નવી દિલ્હી ખાતે 28 નવેમ્બરના રોજ બેઠક યોજાશે.

ગુજરાત રાજયમાંથી આ બેઠકમાં ભાજપાના ગુજરાત રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, ભાજપાના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, ભાજપાના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષજી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાત વિધાનસભાની બીજાં તબક્કાની 95 પૈકી 94 બેઠકોના ઉમેદવારોની યાદીને ચર્ચા-વિચારણાને અંતે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મણિનગરથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લડવાના છે તેની જાહેરાત પ્રથમ તબક્કાની યાદી જાહેર કરતા સમયે થઇ ગઇ હતી.

English summary
BJP will be finalized list of 95 candidates today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X