ભાજપ 3ડી ટેકનોલોજીથી ચૂંટણી પ્રચાર કરશે

હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને આડે એક માસ બાકી રહ્યો છે ત્યારે એક સાથે એક સમયે અનેક લોકોને સંબોધી શકાય તે માટે ભાજપે આ વખતે હાઇટેક પ્રચારનો માર્ગ લીધો હોવાનું જાણવા મળ્યું છે. જે આયોજન ગોઠવાઇ રહ્યું તે અનુસાર મોદી એક જ સ્થળેથી એક જ સમયે અનેક સ્થળે સભા સંબોધી શકે તેવી વ્યવસ્થા થઇ રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, હવે નરેન્દ્ર મોદી કે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ એક જ સ્થળેથી સભા સંબોધશે. ગાંધીનગર ખાતે આવેલાં શાંતિનિકેતન નામના સ્થળથી આ આખી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. ત્યાંથી જે સભા-પ્રવચન થાય તે રાજયના વિવિધ સ્થળે ગોઠવાયેલી સ્ક્રીન પર પ્રસારિત થશે.
જેના માટે વિવિધ શહેરોના મુખ્ય વિસ્તારોના ચોકમાં ડિજિટલ સ્ક્રીન મુકાશે અને ગાંધીનગરથી જે સંબોધન શરૂ થશે તે એ જ સમયે સમગ્ર ગુજરાતમાં તેને જોઇ અને સાંભળી શકાશે. આ અંગે ભાજપ તરફથી કોઇ સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી.












Click it and Unblock the Notifications
