For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે બીજેપી, ઘણા મોટા માથા કપાઈ શકે!

ગુજરાત વિધાનસભાની ચૂંંટણી માટે પાર્ટીઓએ ઉમેદવારોની યાદી જાહેર કરવાનુ શરૂ કરી દીધુ છે. જો કે હજુ સુધી બીજેપીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંંટણી માટે પાર્ટીઓએ ઉમેદવારોની યાદી જાહેર કરવાનુ શરૂ કરી દીધુ છે. જો કે હજુ સુધી બીજેપીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ બીજેપીના મોટા નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી છે તો બીજી તરફ આ વખત પાર્ટી મોટી સંખ્યામાં નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જઈ રહી હોવાના અહેવાલ છે.

BJP

સૂત્રો તરફથી મળતી વિગતો પર વિશ્વાસ કરીએ તો, આ વખતે બીજેપી 25 ટકાથી વધુ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા તૈયારી કરી રહી છે. ભાજપ આ વખતે જૂના ચહેરાઓને હટાવવાની તૈયારીમાં છે. આ માટે પુરો પ્લાન તૈયાર કરી દેવાયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, 2021માં ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તમામ કેબિનેટ મંત્રીઓને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. હવે પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્ર પટેલે ચૂંટણી લડવાની નહીં લડવાની જાહેરાત કરી છે.

અહીં એક સમાચાર એ પણ ચાલી રહ્યા છે કે, બીજેપી રૂપાણી કેબિનેટના 22માંથી 15થી વધુ ધારાસભ્યોની ટિકિટ કાપી રહી છે. છેલ્લી ચૂંટણીમાં હારેલા 83 ઉમેદવારોમાંથી ભાજપ 30 સીટો પર નવા ચહેરાને ઉતારી શકે છે.

English summary
BJP will field 30 new candidates, many big heads can be cut off!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X