પેટા ચૂંટણી: તમામ સીટો પર ખીલ્યું કમળ, કોંગ્રેસનો હાથ ખાલીખમ

ગાંધીનગર, 5 જૂન: પાંચ રાજ્યોમાં લોકસભાની 4 સીટો અને વિધાનસભાની 6 સીટો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. આ સીટો માટે રવિવારે મતદાન કરવામાં આવ્યું હતું. 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ પેટાચૂંટણીઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શરૂઆતી પ્રવાહમાં મોદીનો મેજિક જોવા મળી રહ્યો છે. રાજ્યની 2 લોકસભાની સીટો અને 4 વિધાનસભાની સીટો પર ભાજપ આગળ છે. આ બધી કોંગ્રેસ પાસે હતી.

ગુજરાતમાં બે લોકસભાની સીટો પોરબંદર અને બનાસકાંઠા સીટ માટે અને ચાર વિધાનસભાની સીટો ધોરાજી, જેતપુર, લિંબડી અને મોરવા હડફ માટે પેટાચૂંટણી થઇ હતી. ભાજપ શાસિત ગુજરાતમાં આ પેટાચૂંટણી વિપક્ષી કોંગ્રેસ માટે અગ્નિપરીક્ષા માનવામાં આવે છે, જેને ગત ચૂંટણીમાં છ સીટો જીતી હતી. બનાસકાંઠા લોકસભા સીટ કોંગ્રેસના સાંસદ મુકેશ ગઢવીના નિધનના કારણે ખાલી પડી હતી. જ્યારે પોરબંદર સીટ વિઠ્ઠલ રાદડિયાના રાજીનામાના કારણે ખાલી થઇ હતી. વિઠ્ઠલ રાદડિયાએ ફેબ્રુઆરીમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા. લોકસભાની પેટાચૂંટણી માટે ભાજપે તેમને જ ઉમેદવાર બનાવ્યા હતા.

modi-radadiya

પોરબંદર બેઠક પરથી ભાજપના વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસનાં વિનુ અમીપરાને હરાવીને ભવ્ય જીત પ્રાપ્ત કરી છે. જ્યારે બનાસકાંઠાની સીટ પરથી ભાજપના હરિભાઇ ચૌધરીએ પૂર્વ સાંસદ મુકેશ ગઢવીનાં પત્ની ક્રિષ્ણા ગઢવીને માત આપી ભાજપે બંને લોકસભાની સીટો પર કબજો જમાવી લીધું છે. પોરબંદર લોકસભાની બેઠકમાં ૧૪,૯૩,૩૨૩માંથી ૪,૫૧,૭૫૬ મતદારોએ મતદાન કરતા સૌથી ઓછુ ૩૦.૨૬ ટકા મતદાન નોંધાયું હતું.

ગુજરાતની જેતપુર વિધાનસીટ પરથી વિઠ્ઠલ રાદડિયાના પુત્રએ જીત મેળવી છે. જ્યારે મોરવા હડફ સીટ પરથી ચૂંટણી લડી રહેલા નિમિષાબેન સુથારે 17716 મતોથી જીત મેળવી છે અને લીંબડી સીટ પરથી ભાજપના ઉમેદવાર કિરીટ સિંગ રાણાએ કોંગ્રેસના સતીષ પટેલને 24,787 મતોથી હરાવી જીત હાંસલ કરી લીધી છે. ધોરાજી સીટ પર ભાજપના ઉમેદવાર પ્રવિણ માંકડિયાએ જીત મેળવી લીધી છે. ભાજપે લોકસભાની ચારેય સીટો પર કબજો મેળવી લીધો છે. જ્યારે લોકસભાની બંને સીટો પર ભાજપનો ભગવો લહેરાતા કુલ છ સીટો પર કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X