અમદાવાદમાંથી દેશી બોમ્બ મળી આવ્યા

બેરેક માર્કેટ પાસે તમાકુના ડબ્બામાં દેશી બનાવટના ત્રણ બોમ્બ મળ્યા હતા. જેની જાણ તુરત પોલીસને કરવામાં આવતા પોલીસ બોમ્બ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સ્ક્વોડે તપાસ હાથ ધરતા તમાકુના ડબ્બામાંથી કાચના ટૂકડા અને છરા મળ્યા હતા. હાલ આ બોમ્બ પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે. પોલીસે બનાવ અંગે સઘન તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરોપર્ટ સહિતના અન્ય ચાર સ્થળોએ હુમલો કરવાની તૌયબાની ધમકીના પગલે અમદાવાદમાં એલર્ટ આપવામાં આવ્યું હતું અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ રીતે દેશી બનાવટના બોમ્બ મળી આવ્યાની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ અમુક અંશે ઉભો કર્યો છે.












Click it and Unblock the Notifications
