જૂનાગઢનાં નામચીન ધીરેન બુટલેગરની ધરપકડ
જૂનાગઢના નામચીન બુટલેગર ભરત કાર્યાને પાસા એક્ટ હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો છે.
જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારિયાને પાસા એક્ટ હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જૂનાગઢના નામચીન બુટલેગરમાં જેનુ નામ આવે છે તેવા ધીરેન કારિયાને પોલિસે સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે. ગુજરાત રાજ્યના ટૉપ 25 બુટલેગરો પૈકીનો એક એવો ધીરેન કારિયા 19 નંબર પર આવે છે. જ્યારે 19 નંબરના લિસ્ટેડ બુટલેગર તરીકે ધીરેન કારિયાનુ નામ આવતુ હોય ત્યારે જિલ્લા કલેક્ટરના આદેશના પગલે પોલિસે કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી હેઠળ તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી ધીરેન કારિયા પર કુલ 32 કેસ નોંધાયા છે. તે પૈકી પ્રોહિબિશનના 29, જાહેરમાં ભય ફેલાવવાના, ખૂનની કોશિશ અને મારામારીના એમ કુલ 32 કેસ ધીરેન કારિયા પર નોંધાયા છે. આ તમામ પ્રકારના ગુનાઓને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા પાસા વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધીરેનને સુરતની લાજપોરમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
