મોદી - બેવન મુલાકાત : ચર્ચાના મુદ્દાઓ અંગે બંને પક્ષોનું મૌન

narendra-modi-james-bevan
ગાંધીનગર, 22 ઑક્ટોબર : અપડેટ 1.00

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટિશ હાઇ કમિશનર જેમ્સ બેવન વચ્ચે લગભગ અડધો કલાક સુધી વાતચીત થઇ હતી. જેમાં આર્થિક વ્યવહાર વધારવાને કેન્દ્રમાં રાખીને ચર્ચા યોજવામાં આવી હતી. કહેવામાં આવે છે કે મુલાકાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013 અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત બાદ ગુજરાત સરકાર કે બ્રિટિશ કમિશનર દ્વારા મીડિયાને કોઇ બ્રિફિંગ કરવામાં આવ્યું ન હતું.

જેમ્સ બેવન મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજ્યપાલ કમલા બેનિવાલને મળવા પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ સાથે લગભગ પોણો કલાક વાતચીત કરી હતી. જેમાં દ્વિપક્ષીય સંબંધો સુધારવા મુદ્દે વિસ્તારથી ચર્ચા થઇ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર જેમ્સ બેવન બપોર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાને મળવાના છે.

અપડેટ 11.30

આજે દિલ્હી સ્થિત બ્રિટિશ હાઇ કમિશનર(રાજૂદત) જેમ્સ બેવન લગભગ 11.15 વાગે ગાંધીનગરમાં આવેલા સચિવાલય ખાતે નરેન્દ્ર મોદીને મળવા પહોંચી ગયા હતા. જેમ્સ બેવન આવ્યા તે સમયે તેમના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો હતો. આ બેઠક એકથી દોઢ કલાક ચાલે તેવી શક્યતા છે. બેઠક સકારાત્મક રહેશે તેવી ધારણા બાંધવામાં આવી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ જેમ્સ બેવન અને તેમની ટીમ રાજ્યપાલ કમલા બેનિવાલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાને પણ મળશે.

દિલ્હી સ્થિત બ્રિટિશ હાઇ કમિશનર(રાજૂદત) જેમ્સ બેવન આજે નરેન્દ્ર મોદીને ગાંધીનગરમાં સવારે 11 વાગે મળશે. તેઓ પરસ્પરના રસના ક્ષેત્રોમાં સહકારની તકો અંગે ચર્ચા કરશે.

બ્રિટિશ સરકારે 10 વર્ષ બાદ ગુજરાત અને ગુજરાતના મુખ્યમંત્રી પ્રત્યે કુમણું વલણ અપનાવી વિકાસક્ષેત્રે એક નવી પહેલ હાથ ધરી છે. ગુજરાત અને બ્રિટન વચ્ચેના પરસ્પરના સંબંધો વધૂ મજબૂત કરવા અને વ્યાપારની તકો વધારવા સાથે પરસ્પરના હિતો અને દ્વિપક્ષીય વ્યાપ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

આ અંગે સૂત્રોએ વહેતી કરેલી માહિતી અનુસાર એક દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન જેમ્સ બેવન અને તેમની ટીમ સહકાર વિશે દિવસ દરમિયાન મંત્રણા કરશે. બ્રિટિશ રાજદૂત મુખ્યમંત્રી સાથે રાજકીય, આર્થિક અને દ્વિપક્ષીય વ્યાપાર સંબંધિત બાબતો અંગે ચર્ચા-વિચારણા કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 11મી ઓક્ટોબરે બ્રિટિશ સરકારે એક જાહેરાત કરી હતી, જેમાં તેમણે નવી દિલ્હી સ્થિત હાઇ કમિશનરને ગુજરાતની મુલાકાત લેવા અંગે સૂચન કર્યું હતું અને 10 વર્ષથી બગડેલા સંબંધોને સુધારવા જણાવ્યું હતું. આ મુલાકાતથી પરસ્પર હિતો અને સહકાર સાઘવાની એક મહત્વની પહેલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X