બી.એસ.એફ.ની ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-૨૦૨૩ નું ભવ્ય સમાપન
સીમા સુરક્ષા દળ-બી.એસ.એફ.ના ગુજરાત ફ્રન્ટિયરના યજમાનપદે ગાંધીનગરમાં ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-૨૦૨૩ નું આયોજન કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રૉફી-મેડલ્સ અને પ્રમાણપત્રો અર્પણ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બી.એસ.એફ.ના જવાનો રમતના મેદાનોમાં અને દેશની સીમાઓ પર વિજયી થાય અને ભારતનું ગૌરવ-પ્રતિષ્ઠા વધારે એવી શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિજેતાઓને અભિનંદન આપ્યા અને અન્ય ખેલાડીઓને વધુ મહેનતપૂર્વક પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ધોધમાર વરસાદ વચ્ચે પણ અડગ ઊભા રહેલા બી.એસ.એફ.ની વિવિધ ટીમોના રમતવીરોને સંબોધીને તેમણે કહ્યું કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દેશની સીમાઓ સાચવી બેઠેલા બી.એસ.એફ.ના જવાનો ભારતીય સેના કરતાં પણ અગ્રેસર ફરજ બજાવે છે. આ મોસમ આવા વીર જવાનોના જુસ્સાને ડગાવી શકતી નથી, બલકે આ જવાનો મોસમના મિજાજને બદલી નાખવા સમર્થ છે. રમતગમત સ્પર્ધાઓના સુંદર આયોજન બદલ તેમણે બી.એસ.એફ. ગુજરાતના મહાનિરીક્ષક રવિ ગાંધી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.
ગાંધીનગર બીએસએફ માં તા. ૨૫ થી ૨૯ જુલાઈ દરમિયાન ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં સીમા સુરક્ષા દળની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમાના કાશ્મીર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત તથા ભારત-બાંગ્લાદેશ સીમા પર તહેનાત ઉત્તર બંગાળ, દક્ષિણ બંગાળ, ગૌહાટી, મેઘાલય, મણીપુર-કછાર અને ત્રિપુરા સહિત કુલ ૧૧ ફ્રન્ટિયરોની ટીમોએ ભાગ લીધો હતો આ પ્રતિયોગિતામાં કુસ્તી, બૉક્સિંગ, વેઈટ લિફ્ટિંગ, કબ્બડી અને બૉડીબિલ્ડીંગ સ્પર્ધાઓમાં ૯૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પાંચ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં કુસ્તી (ફ્રી સ્ટાઈલ) માં ગુજરાત વિજેતા થયું હતું. જ્યારે પંજાબ રનર્સ અપ રહ્યું હતું. ગ્રેકો રોમન સ્ટાઇલમાં ઉત્તર બંગાળ વિજેતા થયું હતું જ્યારે રાજસ્થાન રનર્સ અપ રહ્યું હતું. બૉડીબિલ્ડિંગમાં જમ્મુ ફ્રન્ટિયર વિજેતા અને ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. વેઇટ લિફ્ટિંગમાં મણીપુર-કછાર વિજેતા રહ્યું હતું જ્યારે ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. કબડ્ડીમાં જમ્મુ વિજેતા અને દક્ષિણ બંગાળ રનર્સ અપ રહ્યું હતું. જ્યારે બોક્સિંગમાં ગુજરાત વિજેતા અને જમ્મુ તથા ત્રિપુરા સંયુક્તપણે રનર્સ અપ રહ્યા હતા.
બેસ્ટ બૉક્સર પવન (ગુજરાત) બેસ્ટ કબડ્ડી પ્લેયર અજીતસિંહ (દક્ષિણ બંગાળ) બેસ્ટ વેઇટ લિફ્ટર બાદલ નાઈક (ગુજરાત) બેસ્ટ બૉડીબિલ્ડર અશોકકુમાર (જમ્મુ), બેસ્ટ રેસલર (ફ્રી સ્ટાઈલ) નરેન્દ્ર (ગુજરાત) અને બેસ્ટ રેસલર (ગ્રેકો રોમન સ્ટાઇલ) ભૂરુ સેન (ઉત્તર બંગાળ) આ વિજેતાઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે બેસ્ટ પ્લેયર ટ્રોફી અર્પણ કરાઈ હતી.
પ્રતિયોગિતાના સમાપન સમારોહમાં બી.એસ.એફ.ની મહિલા બટાલીયને યોગનું અને જવાનોએ મલખમનું નિદર્શન કર્યું હતું. જમ્મુ ફ્રન્ટિયર અને દક્ષિણ બંગાળની કબડ્ડી ટીમો વચ્ચે પ્રદર્શન મેચ યોજાઇ હતી, જેમાં દક્ષિણ બંગાળની ટીમ વિજેતા થઈ હતી. સમાપન સમારોહમાં ભવ્ય પરેડ ઉપરાંત ટીમોની માર્ચપાસ્ટ યોજાઇ હતી. બી.એસ.એફ.ના જવાનોએ આસામનું બિહુ લોકનૃત્ય અને પંજાબનું ભાંગડા રજૂ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે બુલેટિનનું વિમોચન કરાયું હતું.
પ્રતિયોગીતાના સમાપન સમારોહમાં લેડી ગવર્નર મતી દર્શનાદેવીજી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહના પ્રારંભે બી.એસ.એફ. ગુજરાતના મહાનિરીક્ષક રવિ ગાંધીએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. સમારોહના અંતે ઉપમહાનિરીક્ષક આર.એસ. શક્તાવતે આભાર દર્શન કર્યું હતું.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
