સુરતમાં 6 માળની ઈમારત ધરાસાયી, કેટલાક લોકો ફસાયા હોવામી આશંકા

ગુજરાત મોડલની પોલ ખોલતી રાજકોટની ઘટના બાદ હવે સુરતમાં વધુ એક દુર્ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, અહીં એક 6 માળની ઈમારત ધરાસાઈ થતા કેટલાક લોકો ફસાયા છે.

સુરતના સચિન વિસ્તારમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. એક મહિલાને બચાવી લેવામાં આવી છે, જ્યારે ત્રણથી ચાર લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે.

Surat building collapse

પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે તૈનાત કરાઈ છે.

સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું કે, બપોરે 3 વાગ્યાની આસપાસ સચિન વિસ્તારમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગમાં રહેતા લોકો અંદર ફસાયા હતા. પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કાટમાળ નીચે દટાયેલી એક મહિલાને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી છે.

બિલ્ડિંગમાં 30 ફ્લેટમાંથી 5 જે઼ટલા ફ્લેટમાં લોકો હતા અને બાકીના ખાલી હતા. ઘણા લોકો કામ પર હતા અને નાઇટ શિફ્ટ પછી કેટલાક લોકો સુતા હતા. NDRF અને SDRF કામ કરી રહ્યા છે. હજુ પણ 5-6 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ જણાવ્યું કે, પાલીગાંવમાં છ માળની ઇમારત ધરાશાયી થઈ છે અને 4-5 લોકો અંદર ફસાયા હોવાની આશંકા છે. એક મહિલાને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ, NDRF અને પોલીસ કામ પર છે. અમે બાકીના લોકોને વહેલી તકે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X