અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર બસ રેલિંગ તોડી 25 ફૂટ નીચે પડી, બે મુસાફરોના મોત, ઘણા ઘાયલ
Gujarat Bus Accident: અમદાવાદ-વડાદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ખાનગી બસે પલટી મારતા 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસની એક બસ રોડની બાજુની રેલિંગ તોડીને 25 ફૂટ સુધી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું કે બસ અમદાવાદથી પુણે જઈ રહી હતી, જેમાં 23 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. સિમેન્ટ ટેન્કરનો ચાલક અચાનક ડાબી બાજુ વળ્યો અને બસ સાથે અથડાઈ. બસ રેલિંગ તોડીને 25 ફૂટ રોડ કિનારે પડી હતી.
અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. અનેક લોકો ઘાયલ થયા છે. ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બસે પલટી મારતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તંત્રને જાણ કરતા 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નડિયાદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
#WATCH | Gujarat: A bus broke the roadside railing and fell 25 feet down on the roadside on the Ahmedabad-Vadodara Expressway in Nadiad. pic.twitter.com/VSV9W6shvZ
— ANI (@ANI) February 23, 2024












Click it and Unblock the Notifications
