કંડકટરની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે ખુશ ખબર, એસટી બસમાં નહીં લેવી પડે ટિકિટ
GSRTC Bus Conductor exam: ગુજરાત એસટી નિગમ માટે કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે.
આગામી તારીખ 29 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે.
આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસટી નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.

એસટી નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા સમગ્ર રાજ્યના પરીક્ષાર્થીઓને ગુજરાત એસટી નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
