વીડિયો: હાર્દિક પટેલના ભાઇનો વીડિયો અંગે હાર્દિકની પ્રતિક્રિયા..
સુરતમાં રાજસ્વી પાટીદાર સન્માન સમારંભના પહેલા પાટીદાર મધ્યસ્થી તેવા મુકેશ પટેલે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં હાર્દિકના સગા કાકાનો દિકરો અને ભાઇ તેવો રવિ પટેલ મુકેશ પટેલ જોડેથી 30 લાખ રૂપિયા લઇ રહ્યા છે. આ વીડિયોમાં રવિ પટેલ એક પછી એક નોટોના મોટા બંડલ પોતાની બેગમાં મૂકી રહ્યો છે તેવું સ્પષ્ટ દેખાય છે. અને ખુદ મુકેશ પટેલે જ આ વીડિયો વાયરલ કર્યો છે. જે બાદ પાટીદાર સમાજમાં ખળભળાટ ફેલાઇ ગયો હતો.
જો કે આ વીડિયોના વાયરલ થયા પછી સોશ્યલ મીડિયા દ્વારા પાસ કન્વીર હાર્દિક પટેલે પણ સફાઇ આપતા ફેસબુક પર આ મુજબ જણાવ્યું છે. "મુકેશ પટેલ સાથે અંગત લેવડ-દેવડ તો કોઈ પણ કરી શકે આની સાથે અનેક વિડીયો હોઈ શકે એનો મતલબ એ નથી કે હું પણ સામેલ હોય. વીડીયો માં હું નથી અને વીડીયો માં ટોટલ 11 લાખ રૂપિયા આપતા અને ગણતા દેખાય છે તો પછી ટોટલ 30 લાખ ની વાત કઈ રીતે આવી?"

મને બ્લેક મેલ કરવા માંગે છે: હાર્દિક
વધુમાં હાર્દિક પટેલ જણાવ્યું કે આ વીડિયોનો ઉદ્દેશ ખાલી તેને બ્લેકમેલ કરવા છે કે શું? વધુમાં હાર્દિકે જણાવ્યું કે આ રીતે મને બદનામ કરવાનું આયોજન ના કરો. ત્યારે શું છે આ વીડિયો જેમાં હાર્દિકનો ભાઇ મુકેશ પટેલથી પૈસા લઇ રહ્યો છે તે જુઓ અહીં....












Click it and Unblock the Notifications
