ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે 76માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કર્યું
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 15 ઓગસ્ટ દેશ 76મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસ દરેક દેશવાસીઓ માટે ઐતિહાસિક છે. આજના દિવસે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય ખાતે
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 15 ઓગસ્ટ દેશ 76મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસ દરેક દેશવાસીઓ માટે ઐતિહાસિક છે. આજના દિવસે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદીના 75માં વર્ષની ભવ્ય ઉજવણી કરી. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે ભારત માતાની પ્રતિમાને ફુલ અર્પણ કરી વંદન કર્યા શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, આઝાદીનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આખા દેશમાં જયારે આઝાદી મળી ત્યારે જે માહોલ હતો તેના કરતા પણ અનેક ગણો ઉત્સાહનો માહોલ આજે જોવા મળે છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં હર ઘર તિરંગાનું આહવાન કર્યુ હતું . આ આહવાનને આખા દેશના લોકોએ ખૂબ બહોળો પ્રતિસાદ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આહાવાન બાદ હર ઘર તિરંગા નહી પરંતુ હર જગાહ તિરંગા જોવા મળી રહ્યો છે, દરેક સ્થળે તિરંગો ફરકતો જોવા મળી રહ્યો છે. આખા દેશમાં દેશ પ્રત્યેનો પ્રેમ દરેક નાગરિકોમાં જોવા મળી રહ્યો છે. આપણા દેશને આઝાદી અપાવવા કેટલાય નામી-અનામી વિર
જવાનોએ શહિદી વ્હોરી છે કેટલાય યુવાનોએ તેમની યુવાની જેલમાં વિતાવી અંગ્રેજોનો જુલમ સહન કર્યો હતો તે દરેક વિર શહિદો અને તેમના પરિવારને ખૂબ ખૂબ વંદન. આજે ભારત દેશ ખૂબ આગળ વધી રહ્યો છે તે જોતા દેશ માટે જેમણે શહિદી વ્હોરી છે તે વિરો પણ આજે સંતોષ અનુભવતા હશે. આજે ભારત વિશ્વ ગુરુ તરફ આગળ વધી રહ્યો છે દરેક ક્ષેત્રે દેશ આગળ વઘી રહ્યો છે. આજે 15મી ઓગસ્ટના દિવસે જનતા જનાર્દન અને દરેક કાર્યકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોને વિનંતી કરી કે આપણે સૌ ધ્વજનું મહત્વ જળવાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે અને સંકલ્પ લઇકે ધ્વજને ફરકતો રાખવા હમેંશા શહિદી વ્હોરવા તૈયારી દાખવીએ.
રાષ્ટ્રધ્વજ કાર્યક્રમમાં પ્રદેશના હોદેદારઓ,ધારાસભ્યઓ,સાંસદસભ્યઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
