For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વાયુવેગે ફેલાતો કોરોના, એક જ દિવસમાં 3350 કેસ નોંધાયા, 50 સાથે ઓમિક્રોન પણ બેકાબૂ!

ગુજરાતમાં કોરોના વાયરસ હવે બેકાબૂ થઈ ગયો છે. હવે હાલત એ છે કે રોજ રોજ કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યોં છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસ હવે બેકાબૂ થઈ ગયો છે. હવે હાલત એ છે કે રોજ રોજ કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યોં છે. રાજ્યમા પુરા ડિસેમ્બર મહિનામાં જેટલા કેસ નહોતા નોંધાયા એટલા કેસ નહોતા નોંધાયા તેનાથી વધુ કેસ જાન્યુઆરી મહિનાના 5 દિવસમાં નોંધાઈ ચુક્યા છે. આંકડા પર નજર કરીએ તો, પુરા ડિસેમ્બર મહિના દરમિયાન 4256 કેસ નોંધાયા હતા, જેની સામે જાન્યુઆરી મહિનાના 5 દિવસમાં જ 8911 કેસ નોંધાઈ ચુક્યા છે. અને આવતી કાલે એક જ દિવસનો આંકડો પુરા ડિસેમ્બર મહિનાના આંકડાને વટાવી જાય તો નહીં.

corona virus

ગુજરાત રાજ્યના છેલ્લા 24 કલાકનાં આંકડાની વાત કરીએ તો કુલ 3350 કેસ નોંધાયા છે અને અમરેલી જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયુ છે. બીજી તરફ આજે રાજ્યમાં કોરોનાથી 236 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. રાજ્યના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 10994 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.

વિગતવાર આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ કોરોના કેસ અમદાવાદમાં નોંધાયા છે. મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 1637 કેસ ત્યારબાદ સુરતમાં 630 કેસ, રાજકોટમાં 141 કેસ અને વડોદરામાં 150 કેસ નોંધાયા છે.

રાજ્યના ઓમિક્રોન કેસની વાત કરીએ તો આજે એક દિવસમાં 50 નવા ઓમિક્રોન કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 204 કેસ થયા છે. બીજી તરફ 112 ઓમિક્રોન દર્દીઓ સાજા થયા છે અને 92 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

English summary
Cases of 3350 corona were reported in Gujarat in a single day, with 50 omkron also uncontrollable!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X