રાજકોટમાં ફૂટ્યાં ફટાકડા, તો અમદાવાદમાં વાગ્યા ઢોલ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતની સત્તા ફરી પાંચ વર્ષ માટે વિજય રૂપાણીના હાથમાં ભાજપે સોંપી. આજે કમલમ ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ સહિયારો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ભાજપે મુખ્યમંત્રીના નામ માટે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીના નામ માટે નીતિનભાઇ પટેલના નામને રિપીટ કર્યા છે. અને હવે તે ફરી એક વાર આ કાર્યભાર સાચવશે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આ બંન્ને નેતાઓના નામની અધિકૃત જાહેરાત થયા પછી ખુશ થયા હતા. અમદાવાદમાં કમલમ ખાતે જ જોરશોરથી આ સમાચારને એક ઉત્સવની જેમ મનાવવામાં આવ્યો હતો.

Gujarat

તો વિજય રૂપાણીના શહેર રાજકોટમાં પણ આ સમાચાર બાદ કાર્યકર્તાઓએ ઢોલ નગારા વગાડીને અને મીઠાઇ વેંચી તથા ફટાકડા ફોડીને આ સમાચારને આવકાર્યો હતો. નીતિન ભાઇના નામની જાહેરાત પછી આનંદીબેને પણ ત્યાં જ નીતિનભાઇને શુભેચ્છા પાઠવી હતી. આમ ભાજપના કાર્યકર્તાઓએ વિજય રૂપાણી અને નીતિનભાઇ પટેલના નામની જાહેરાત થતા ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો સાથે બહુમતી મળી છે. અને હવે આવનારા દિવસોમાં તે શપથવિધિ કરીને પોતાની સરકાર રચશે.

English summary
Celebration at BJP Office in Gandhinagar and Rajkot after Vijay Rupani gets elected as the Gujarat CM again.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.