Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતના શહેરોમાં 412 કામો માટે 5128 કરોડની દરખાસ્તને કેન્દ્રની મંજૂરી

રાજ્યની આઠ મહાનગરપાલિકા અને 156 નગરપાલિકા માટે રજૂ કરવામાં આવેલી દરખાસ્ત કેન્દ્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાત શહેરી વિકાસ મિશન GUDM દ્વારા સ્ટેટ વૉટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની આઠ મહાનગરપાલિકા અને 156 નગરપાલિકા માટે રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના 206, ભૂગર્ભ ગટર યોજનાના 70 અને તળાવ નવિનીકરણના 68 અને બાગ-બગીચાના 68 મળીને કુલ 412 કામોનો સમાવેશ થાય છે.

abad

તમને જણાવી દઈએ કે રાજ્યોમાં આવેલા મહાનગરો અને નગરોમાં 100 ટકા પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂર્ણ કરવા શરુ કરવામાં આવેલી અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફૉર્મેશન અમૃત 2.0 મિશન હેઠળ ગુજરાત સરકારે રજૂ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની 5128 કરોડની દરખાસ્ત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કરી છે.

સ્ટેટ હાઈપાવર સ્ટીયરીંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલી આ દરખાસ્ત રાજ્ય સરકારે હાલમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની એપેક્ષ કમિટી સમક્ષ રજૂ કરી હતી. એપેક્ષ કમિટીએ GUDMની દરખાસ્તનો સ્વીકાર કરીને આ કામોને મંજૂરી આપી છે. આ સંદર્ભમાં હવે બધા કામોના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને તથા ટેકનિકલ મંજૂરી મેળવીને તબક્કાવાર આ કામોનો વિવિધ અમલીકરણ સંસ્થાઓ અમલ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2021માં પાંચ વર્ષ માટે લૉન્ચ કરેલી અમૃત 2.0 યોજના હેઠળ રાજ્યના મહાનગરો તેમજ શહેરોને પાણી તેમજ 31 શહેરોને ભૂગર્ભ ગટરની યોજના આપવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X