કેન્દ્રીય ચૂંટણી નીરિક્ષકોની ટીમ આવતા સપ્તાહે ગુજરાતની મુલાકાતે

ગાંધીનગર, 18 સપ્ટેમ્બર : ગુજરાતમાં મતદાર યાદી કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. મતદાર યાદીમાં નામો ઉમેદરાવી પ્રક્રિયા ચાલુ છે અને મહત્તમ મતદારોને તેમનો મતાધિકાર પ્રાપ્ત થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ખાસ કરીને વધુમાં વધુ યુવા વર્ગ-આંગણવાડી કેન્‍દ્રો ઉપર નામો ઉમેરવા, અને વધુમાં વધુ નવા મહિલા મતદારો ઉમેરાય તે અંગે કાર્યવાહી થઇ રહી છે.

મતદાર યાદી કાર્યક્રમ અને તેની વિશેષ ઝૂંબેશ અંગે રાજ્યના ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્‍યું હતું કે મતદાર યાદી સુધારણા તથા વધુમાં વધૂ નામો ઉમેરવાનો અને દર રવિવારે બૂથ લેવલ ઓફિસરો મતદાન મથક ઉપર બેસે તે અંગેની કાર્યવાહી પુરબહારમાં ચાલુ છે. તેમણે જણાવ્યું કે આવતા અઠવાડિયે મતદાર યાદી કાર્યક્રમ અંગે રોલ ઓબર્ઝવરની ચૂંટણી પંચ નિમણૂંક કરશે, જે ગુજરાતના જ સીનીયર મોસ્‍ટ અધિકારીઓ હશે, દર 3 થી 4 જીલ્લા દીઠ એક નિરીક્ષક મૂકાશે, જે તે જીલ્લાની મતદાર યાદીની કામગીરીનો ચૂંટણી પંચને ડાયરેકટ રિપોર્ટ કરશે.

anita-karwal-election-commission

અનિતા કરવાલે જણાવ્‍યું કે ગયા વખતે ચૂંટણી દરમિયાન સંકલ્‍પ પત્ર કાર્યક્રમ કરાયો હતો, અને 70 લાખ સંકલ્‍પ પત્રો સ્‍કુલના વિદ્યાર્થીઓ મારફત તેમના મા-બાપ પાસેથી અચૂક મતદાન અંગે લેવાયા હતા, તેવી જ રીતે આ વખતે મતદાર યાદીમાં ચોક્કસ અને ફરજીયાત રૂપે નામ દાખલ કરવા અંગે કે હોવા અંગે સ્‍કુલના બાળકો મારફત 'એકરાર પત્ર'નો ખાસ કાર્યક્રમ શરૂ કરાયો છે, દરેક જીલ્લામાં લાખો એકરાર પત્ર અપાયા છે. આ વખતે પણ 60 થી 70 લાખ એકરાર પત્ર મેળવવાનો ટારગેટ રખાયો છે.

આગામી શનિવાર અને રવિવારે સંભવતઃ ભારતના ડેપ્યુટી ચૂંટણી કમિશ્‍નર વિનોદ જૂત્‍સી ગુજરાત આવી રહ્યા છે, તેઓ જે દિવસે આવશે તે દિવસે ગાંધીનગર ખાતે મીટીંગ યોજયા બાદ મતદાર યાદી કાર્યક્રમ અંગે રાજયના તમામ જીલ્લા કલેકટરો - ડે. કલેકટરો તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજાશે, અને થયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X