For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અછતગ્રસ્ત વિસ્તારોના ઉત્થાન માટે કેન્દ્ર પાસે 1725 કરોડની સહાયની સરકારની માંગ

અછતગ્રસ્ત વિસ્તારોના ઉત્થાન માટે 1725 કરોડની સહાયની માંગ

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં અપુરતા વરસાદના કારણે અછતની સ્થિતિ છે. ત્યારે, આ અછતગ્રસ્ત પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની ટીમ રાજ્યની મુલાકાતે આવી હતી. કેન્દ્રીય ટીમે ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી તેમજ સરકારની કામગીરીની સમીક્ષા કરી હતી. 14 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન કેન્દ્રની અલગ અલગ ટીમોએ કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ઘાસ ડેપો, ગૌ શાળા, ડેમમાં પાણીની સ્થિતિ, પાકની સ્થિતિ, પીવાના પાણીનું વિતરણ સહિતની રાહતને લગતી બાબતોની વિગતે સંબંધિત વિભાગોના સચિવઓ સાથે સમીક્ષા કરી હતી.

કેન્દ્ર સરકાર પાસે 1725 કરોડની સહાયની રાજ્ય સરકારે માંગ કરી

કેન્દ્ર સરકાર પાસે 1725 કરોડની સહાયની રાજ્ય સરકારે માંગ કરી

રાજ્ય સરકાર દ્વારા અછત સંદર્ભે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. 1725 કરોડની રાહત સહાયની માંગણી કરવામાં આવેલ છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં 248 લાખ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હોવાનો દાવો મહેસુલ પ્રધાને કર્યો હતો. અછતગ્રસ્ત જાહેર કરાયેલ 11 જિલ્લાના 51 તાલુકામાં 700 લાખ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હોવાનો દાવો પણ સરકારે કર્યો છે.

અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસનો જથ્થો ઉપલબ્ધ કર્યાનો સરકારનો દાવો

અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસનો જથ્થો ઉપલબ્ધ કર્યાનો સરકારનો દાવો

રાજ્યમાં ઓછા વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિના અનુસંધાને રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓમાં ચોમાસા પૂર્વેથી જ ઘાસ વિતરણની શરૂઆત કરેલ હતી. જે અંતર્ગત રાજ્યના અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઓક્ટોબર 2018થી રાજ્યના 16 જિલ્લાઓમાં કરાયેલ અછતની જાહેરાત પૂર્વે 254 લાખ કિ.ગ્રા. જેટલા ઘાસનું રાહતદરે વિતરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જે પૈકી કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં 248 લાખ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ અછતગ્રસ્ત જાહેર કરાયેલ 11 જિલ્લાના 51 તાલુકામાં 700 લાખ કિ.ગ્રા. ઘાસના જથ્થાનો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જેમાંથી 476 લાખ કિ.ગ્રા. ઘાસના જથ્થાનું વિતરણ કરી દેવાયું હોવાનો સરકારે દાવો કર્યો છે.

કચ્છ જિલ્લામાં કેટલ કેમ્પની કરી શરૂઆત

કચ્છ જિલ્લામાં કેટલ કેમ્પની કરી શરૂઆત

રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોમાં કેટલ કેમ્પ શરૂ કરવાની જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં કેટલ કેમ્પમાં અંદાજે 3,000 જેટલા પશુઓની નિભાવણી થઈ રહી છે. અછતગ્રસ્ત કચ્છ જિલ્લાની પાંજરાપોળ/ ગૌ શાળામાં નિભાવણી થઈ રહેલ 2.20 લાખ જેટલા પશુઓને પશુ સહાય પેટે રૂ. 10.36 કરોડથી વધુની રકમ સરકારે ચુકવણી કરી છે.

મનરેગા હેઠળ પુરી પાડવામાં આવે છે રોજગારી

મનરેગા હેઠળ પુરી પાડવામાં આવે છે રોજગારી

અછતની પરિસ્થિતિમાં જાહેર કરવામાં આવેલ 51 તાલુકામાં મનરેગા યોજના હેઠળ વર્ષ દરમિયાન 100 દિવસની રોજગારીના બદલે 150 દિવસની રોજગારી પુરી પાડવા નિર્ણય કરવામાં આવેલ છે. જે અન્વયે 1761 ગ્રામ પંચાયતોમાં કુલ 9 હજાર જેટલા કામો અન્વયે 50 હજાર જેટલા અસરગ્રસ્તોને રોજગારી પુરી પાડવામાં આવતી હોવાનું મહેસુલ પ્રધાને સ્વિકાર્યુ છે.

પશ્ચિમ બંગાળઃ મમતાને ઝટકો, ભાજપની રથયાત્રાને કોલકત્તા હાઈકોર્ટે આપી મંજૂરીપશ્ચિમ બંગાળઃ મમતાને ઝટકો, ભાજપની રથયાત્રાને કોલકત્તા હાઈકોર્ટે આપી મંજૂરી

English summary
central team came gujarat for review the scarcity situation, gujarat demands 1725 cr fund
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X