બનાસકાંઠામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયની ટીમની ત્રિ-દિવસીય મુલાકાત
બનાસકાંઠામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયની ટીમની ત્રિ-દિવસીય મુલાકાત
બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયની ટીમ ૩ દિવસની મુલાકાતે આવી છે. કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ, વેન ઇટ ફોલ્સ કાર્યક્રમ અંતર્ગત જલ શક્તિ મંત્રાલયની ટીમે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજીને વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી મેળવી હતી. જેમાં, જળ સંરક્ષણની વિવિધ યોજનાઓની માહિતી આપતાં વન વિભાગ, સિંચાઇ, મનરેગા યોજના, સુજલામ- સુફલામ યોજના, અમૃત સરોવર તથા લોકભાગીદારીથી થઇ રહેલા વોટર રિચાર્જ કાર્યોની વિગતો આપી હતી. તેમણે ગ્રે- વોટર ટ્રીટમેન્ટ યુનિટ, ખેત તલાવડી, કુવા રિચાર્જીંગની કામગીરી, કેનાલ, તળાવ અને નદી ડિસીલ્ટીંગની વિગતોથી માહિતગાર કર્યા હતા.

કેન્દ્રની ટીમે પ્રથમ દિવસે અંબાજી નજીક જળ શક્તિ અભિયાન હેઠળ થયેલા કામોની મુલાકાત લઈ ચેકડેમ અને વન તલાવડીનું નિરીક્ષણ કર્યું હતુ. અંબાજી ગબ્બર પાછળ આવેલ ચેકડેમ, સરહદી છાપરી વિસ્તારના ચેકડેમ, દાંતા પશ્ચિમ રેન્જમાં આવેલ પીંપળીવન તલાવડીની પણ મુલાકાત લીધી હતી. તેમજ વન વિસ્તારમાં આવેલ કુવાનું નિરીક્ષણ કરી વનબંધુઓ સાથે પાણી અંગે વાર્તાલાપ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા જળ શક્તિ અભિયાનમાં ૨.૨૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેના ૫૦ ટકા લેખે જિલ્લામાં કુલ- ૧૦૮ ચેકડેમ પૈકી ૪૬ ચેકડેમોનું કામ પૂર્ણ થયુ છે અને ૩૯ ચેકડેમનું રીપેરીંગ તથા ડિસિલ્ટીંગ, ૧૫ ચેકડેમનું ડિસિલ્ટીંગ અને ૫૪ ચેકડેમ રીપેરીંગનું કામ પ્રગતિ પર છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
