કોંગ્રેસને ચાવાળાથી સમસ્યા, પરંતુ વિકાસની ઉપેક્ષા ન કરે: મોદી
રાજકોટ, 18 ફેબ્રુઆરી: રાજકોટ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સોમવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર નર્મદા સરોવર બંધ પર ગેટ લગાવવાને લઇને રાજ્ય દ્વારા વારંવાર કરવામાં આવતી માંગની ઉપેક્ષા કરી રહી છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'પંડિત જવાહરલાલ નહેરુએ પરિયોજનાની આધારશિખા રાખી હતી, ત્યારથી 40 વર્ષ વિતી ગયા, રાજ્ય હજુ પણ નર્મદા બંધ પર ગેટ લગાવવાને લઇને સંઘર્ષ કરી રહ્યું છે અને તેનું કારણ કેન્દ્રની કોંગ્રેસ સરકારનો અસહયોગ છે.' 'તે 10,000 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ પ્રોજેક્ટની આધારશિલા રાખ્યા બાદ ખેડુતોની રેલીને સંબોધિત કરી રહ્યાં હતા. આ પ્રોજેક્ટથી નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના 115 બંધો અને જળાશયોમાં પહોચશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સરેરાશ ઓછામાં ઓછો વરસાદ થાય છે અહીં પાણીની અછત વર્ષભર રહે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'હું વડાપ્રધાન મનમોહન સિંહને ઘણીવાર મળ્યો અને દરવાજો લગાવવાની પરવાનગી માંગી પરંતુ તેમનો જવાબ ઠંડો રહ્યો... જેથી અમે બધા નારાજ છીએ.' તેમણે કહ્યું હતું કે નર્મદાનું લગભગ 60 ટકા પાણી બરબાદ થાય છે કારણ કે બંધનું કામ અધુરૂ છે. આપણે દરવાજો લગાવીને આ પાણીને બચાવી શકીએ.'

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસને ચાવાળાથી સમસ્યા છે, પરંતુ રાજકારણને પોતાની જગ્યાએ રહેવું જોઇએ તથા કોંગ્રેસને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોની આકાંક્ષાઓ કચડવી ન જોઇએ.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આપણી પાસે અર્થશાસ્ત્રી વડાપ્રધાન અને જ્ઞાનવાન નાણામંત્રી છે, પરંતુ કૃષિના ક્ષેત્રમાં દેશનો વૃદ્ધિ દર 2થી 3 ટકા પર અટક્યો છે જ્યારે પાણીના સંકટનો સામનો કરી રહેલ ગુજરાતે 10 ટકા વૃદ્ધિ દર પ્રાપ્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
