કચ્છના હવામાનમાં પલટો, જાણો શું કહે છે હવામાન શાસ્ત્રી?

અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનની અસર કચ્છમાં કેવી રહેશે તે વિશે ભૂજના હવામાન શાસ્ત્રીએ વિશેષ માહિતી આપી છે.

કચ્છના વાતાવરણમાં બે-ત્રણ દિવસથી પલટો આવ્યો છે. ધૂળની ડમરીઓ ઉડવા સાથે વાતાવરણમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ગરમીનુ પ્રમાણ પણ વધી રહ્યુ છે. દેશમાં વાવાઝોડુ આવવાની ભીતિ છે. જો કે દરિયાકાંઠે હજુ કોઈ મૂવમેન્ટ જોવા મળી નથી. અત્યાર સુધીની અપડેટ પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનની અસર કચ્છમાં કેવી રહેશે તે વિશે ભૂજના હવામાન શાસ્ત્રીએ વિશેષ માહિતી આપી છે.

Recommended Video

કચ્છના હવામાન પલટો, જાણો શું છે હવામાન શાસ્ત્રીનું કહેવું?
કચ્છમાં વરસાદ પડી શકે તેવી શક્યતા

કચ્છમાં વરસાદ પડી શકે તેવી શક્યતા

ભૂજના હવામાન શાસ્ત્રીના જણાવ્યા મુજબ હાલમાં પવન ફૂંકાશે. હજુ કેરળમાં ચોમાસુ જામ્યુ નથી. જૂનના પ્રથમ સપ્તાહમાં કેરળમાં આવ્યા બાદ કચ્છમાં વરસાદ પડી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી.

હવામાન શાસ્ત્રીએ આપી વિશેષ માહિતી

હવામાન શાસ્ત્રીએ આપી વિશેષ માહિતી

ભૂજના હવામાન શાસ્ત્રીએ વિશેષ માહિતી આપતા જણાવ્યુ કે કચ્છના હવામાનની વાત કરીએ તો હાલમાં જે વાતાવરણ ચાલી રહ્યુ છે તેમ જ 4-5 દિવસ સુધી ચાલશે. એટલે કે થોડો ભારે પવન ફૂંકાશે તેમજ આકાશ સ્વચ્છ રહેશે પરંતુ ધૂળની ડમરીઓ ઉડવાનુ ચાલુ રહેશે.

માત્ર સાયક્લોનિક પ્રેશર છે, ચક્રવાત તો બહુ દૂરની વાત છે.

માત્ર સાયક્લોનિક પ્રેશર છે, ચક્રવાત તો બહુ દૂરની વાત છે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે જો તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 26થી 27 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 39થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જળવાઈ રહેશે. એક ચક્રવાતી દબાણનુ ક્ષેત્ર દક્ષિણ-પૂર્વમાં અરેબિયન સીમાં બન્યુ છે જે કેરળ પોસ્ટ આસપાસ છે તેના પર અમારુ નિરીક્ષણ ચાલુ છે. તે માત્ર સાયક્લોનિક પ્રેશર છે, ચક્રવાત તો બહુ દૂરની વાત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X