શ્રવણ તીર્થ યાત્રા યોજનામાં બસ ભાડામાં ૫૦% રકમ સહાયમાં વધારો કરી ૭૫% સુધીની સહાય ચુકવાશે

રાજ્યમાં સરકાર દ્વારા શ્રવણ તિર્થ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત રાજ્યના સિનિયર સિટીજન્સને દેશના વિવિધ ભાગોમાં સમૂહમાં તીર્થ યાત્રા પર લઈ જવામાં આવે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારી હોવાને લીધે

રાજ્યમાં સરકાર દ્વારા શ્રવણ તિર્થ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત રાજ્યના સિનિયર સિટીજન્સને દેશના વિવિધ ભાગોમાં સમૂહમાં તીર્થ યાત્રા પર લઈ જવામાં આવે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારી હોવાને લીધે આ યોજના બંધ હતી પરંતુ હવે ફરી આ યોજના ફેરફારો સાથે શરૂ કરવામાં આવી છે.

Bhupendra Patel

આ અંગે માહિતી આપતા પવિત્ર યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે શ્રવણ તીર્થ યાત્રા યોજનામાં રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે જે અંતર્ગત એસટી ની નોન એસી બસમાં જે સહાય 50% હતી તેને વધારીને 75% કરવામાં આવી છે.

મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે શ્રવણ તીર્થ યાત્રામાં પહેલા 60 દિવસ 2 રાત્રિ અને ત્રણ દિવસની યાત્રા કરાવવામાં આવતી હતી જેમાં ફેરફાર કરીને હવે 72 કલાક તેમજ ત્રણ રાત્રિ અને ચાર દિવસ કરવામાં આવ્યા છે.

શ્રવણ તીર્થ યોજનામાં પહેલા 75 વર્ષની ઉંમરની વ્યક્તિ સાથે ૫૯ વર્ષના વ્યક્તિને અટેન્ડેન્ટ તરીકે લઈ જવાની છૂટ હતી તેની જગ્યાએ હવે 70 વર્ષની ઉંમરની વ્યક્તિ પોતાની સાથે 18 વર્ષ કરતા મોટી ઉમરના વ્યક્તિને અટેડેન્સ તરીકે લઇ જઈ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે પહેલા એક મહિના પહેલા અરજી કરવામાં આવતી હતી પરંતુ હવે માત્ર એક અઠવાડિયાની અંદર જ અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકશે તેમ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું

પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે શ્રવણ તીર્થ યાત્રામાં જનાર યાત્રીઓ ના સરકારની નોન એસી એસટી બસના મેનેજર અને ખાનગી બસના મેનેજરને ₹500 આપવામાં આવતા હતા જે હવે યાત્રીઓ સાથે જનાર ગ્રુપના લીડરને આપવામાં આવશે. આ યોજનામાં પહેલા 30 વ્યક્તિઓના સમૂહને લઈ જવામાં આવતા હતા તે જગ્યાએ હવે 27 વ્યક્તિઓની આ યાત્રામાં લઈ જવામાં આવશે. સાથે જ યાત્રાળુ અને ભોજન અને રહેવા માટે પણ અલગથી પૈસા આપવામાં આવશે. આ યાત્રાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ આધાર કાર્ડ ની ખરી નકલ કરેલી કોપી ફરજિયાત આપવાની રહેશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X