Chhota Udaipur Lok Sabha Election Results 2024 LIVE Gujarati: છોટાઉદેપુર સીટ રિઝલ્ટ, સુખરામ રાઠવા-જસુ રાઠવા

Chhota Udaipur Lok Sabha Election Results 2024 LIVE Gujarati: છોટા ઉદેપુર લોકસભા સીટ દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં આવેલી સીટ છે. આ લોકસભા સીટ પર સૌથી વધુ આદિવાસીઓ વસે છે અને શિડ્યૂઅલ ટ્રાઇબ (ST) માટે આ સીટ રિઝર્વ રાખવામમાં આવી છે.

Chhota Udaipur Lok Sabha Election Results 2024

છોટાઉદેપુર સીટ લોકસભા સીટમાં 7 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા અને નાંદોદ સામેલ છે.

છોટાઉદેપુર લોકસભા સીટ કોંગ્રેસ 10 વખત જીતી છે જ્યારે ભાજપ માત્ર 4 વખત જ જીત્યું છે. પરંતુ છેલ્લી ત્રણ ટર્મથી છોટાઉદેપુર સીટ પર માત્ર ભગવો જ લહેરાઇ રહ્યો છે ત્યારે આદિવાસી વર્ચસ્વ ધરાવતી આ લોકસભા સીટ પર કોંગ્રેસ કેવું પ્રદર્શન કરશે તે છોટાઉદેપુર લોકસભા પરિણામ આવતાની સાથે જ સ્પષ્ટ થઇ જશે.

છોટાઉદેપુર લોકસભા ચૂંટણી 2024માં ભાજપ તરફથી જસુભાઈ ભીલુભાઈ રાઠવા જ્યારે કોંગ્રેસ તરફથી સુખરામ રાઠવા ચૂંટણી-એ-જંગ લડી રહ્યા છે. છોટાઉદેપુર લોકસભા સીટ પર કૂલ 18,21,708 મતદારો નોંધાયેલા છે જેમાંથી 69.15 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

છોટાઉદેપુર સીટ લાઇવ પરિણામ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

લાઇવ અપડેટ

8:20 AM - મતગાણતરી શરૂ થઈ ગઈ છે. છોટાઉદેપુરથી ભાજપના ઉમેદવાર જસુભાઇ રાઠવા આગળ ચાલી રહ્યા છે.

8:56 AM - ભાજપના જશુ રાઠવા 14 હજારથી આગળ ચાલી રહ્યા છે

12:33 PM - છોટા ઉદેપુરથી ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા 3.42 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે.

01:03 PM - 15 રાઉન્ડના અંતે છોટાઉદેપુર લોકસભા સીટ પર ભાજપના જશુભાઈ રાઠવાને 5,89,307 વોટ મળ્યા છે. કોંગ્રેસના સુખરામ રાઠવાને 2,72,168 મત મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X