મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધિતપ તપસ્વીઓના પારણોત્સવમાં હાજરી આપી!
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજનગર શ્વે. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ચિમ વિભાગ) દ્વારા આયોજિત મહાપ્રભાવક સર્વસિદ્ધિદાયક ૨૦૦ સિદ્ધિતપ પારણોત્સવ યોજાયો હતો.
અમદાવાદ : અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજનગર શ્વે. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ચિમ વિભાગ) દ્વારા આયોજિત મહાપ્રભાવક સર્વસિદ્ધિદાયક ૨૦૦ સિદ્ધિતપ પારણોત્સવ યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌ ઉપસ્થિતોને મિચ્છામી દુક્કડમ પાઠવીને જણાવ્યું કે, ૨૦૦ સિદ્ધિતપ તપસ્વીઓના ૪૫ દિવસનાં સિદ્ધિ તપનાં પારણાંના આ પ્રસંગે ઉપસ્થિત રહીને હું ધન્યતા અનુભવું છું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જૈન ગુરુજનો અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યાં હતાં. આ પારણોત્સવમાં રજવાડી શોભાયાત્રા સાથે રાજાશાહી પારણાં યોજાયા હતાં.
પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચન્દ્રજિતસૂરીશ્વરજી મહારાજે આ પ્રસંગે તપનું મહત્વ સમજાવતા આશીર્વચન પાઠવ્યાં હતા. આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ શાહ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, આચાર્યો, ગુરુજનો, જૈન શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, તપસ્વીઓ અને તેમના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
