મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવી ઉતરાયણ પર્વની ઉજવણી કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉતરાયણની ઉજવણી માટે અમદાવાદ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી.
અમદાવાદ : ભારતભરમાં મકર સંક્રાંતિના પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉજવણી માટે અમદાવાદ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી.

મુખ્યમંત્રી પતંગ ઉડાવીને અને તલ સાંકળી, સિંગ ચીકી વગેરેનો પણ આસ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સમગ્ર દેશમાં આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે.
ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે ત્યારે જો કોઈ ચાઈનીઝ દોરી વેચતું જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી એ આપણા સૌની જવાબદારી છે એવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.
દરિયાપુર ખાતે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી સાથે દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઇ અને કોર્પોરેટર આગેવાનો તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
