મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન-જૈનેતર નાગરિકોને પાઠવ્યા મિચ્છામી દુક્કડમ
Michchami Dukkadam : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે મિચ્છામી દુકકડમ પાઠવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણનો પર્વ ગણાવતાં જણાવ્યું છે કે, મન, વચન અને કર્મથી જાણે-અજાણે થયેલી ભૂલોની ક્ષમા-યાચનાનું આ પર્વ છે. ક્ષમા, સંતોષ, સરળતા, વિનમ્રતા તેમજ કરૂણા અને જીવદયાના ભગવાન શ્રી મહાવીરના સિદ્ધાંતોને આત્મસાત કરનારૂં પર્યૂષણ પર્વ, સામાજિક સમરસતા અને માનવતાની શક્તિઓને વધુ પ્રગાઢ બનાવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા તમામ જૈન પરિવારોને પણ સંવત્સરી પર્વની શુભેચ્છાઓ સાથે મિચ્છામી દુક્કડમ પાઠવ્યા છે.












Click it and Unblock the Notifications
