For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમત્રીએ ગાંધીનગરમાં રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલની કરાવી શરૂઆત

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૭ થી ૨૯ મે, ૨૦૨૨ દરમિયાન ગાંધીનગરના રામકથા મેદાન, સેક્ટર-૧૧ ખાતે "રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨"નું આયોજન કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૭ થી ૨૯ મે, ૨૦૨૨ દરમિયાન ગાંધીનગરના રામકથા મેદાન, સેક્ટર-૧૧ ખાતે "રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨"નું આયોજન કરવામાં આવ્યું છે.

Bhupendra Patel

આ મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.. આ કાર્યક્રમમાં પ્રવાસનમંત્રી પૂર્ણશ મોદી અને અરવિંદ રયાણી ગેર હાજર રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમ પાંચાયત મંત્રી બ્રજેશ મિર્જા ખાસ ઉસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કાર્યક્રમેમાં ભાગ લેનાર 14 રાજ્યના મેંગો વિક્રેતાને શુભકામના પાઠવી હતી. બ્રજેશ મિર્જાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, ગુજરાત ટૂરિઝણ દ્વારા ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો પણ સારો એવો વિકાસ થયો છે. તેમજ ટુરિઝમ દ્વારા કરવામાં વિવિધ ઉત્સવો દ્વારા પણ ટુરિઝમને પ્રોત્સાહન મળી રહ્યુ છે. મેંગો મહોત્સવથી જેવા કાર્યક્રમથી ટુરિઝમને પ્રોત્સાહન મળશે.

આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન ગોઠવવામાં આવશે. જેમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરીનું તેમજ પંજાબની ચૌસા અને માલ્દા, હરિયાણાની ફઝલી, રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ, આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, મધ્યપ્રદેશની ફાઝી, પશ્ચિમ બંગાળની ગુલાબખસ અને હિમસાગર, બિહારની કિસનભોગ અને જર્દાલુ જેવી અનેક પ્રકારની કેરીના પ્રદર્શન સહ વેચાણના સ્ટોલ્સ પણ લગાવવામાં આવશે.
ઉપરાંત આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ મનોરંજક સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ બાળકો માટે એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

English summary
Chief Minister Bhupendra Patel inaugurates National Mango Festival in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X