રાજયની પોલીસ બનશે હાઇટેક, પોકેટ કોપનું લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી રૂપાણી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રાજ્યમાં વધતી ગુનાખોરીને ડામવા પોલીસ કટિબદ્ધ છે અને પોલીસને ગુનાઓને ડામવા તથા ગુનેગારોને પકડવા માટે વધારે સુવિધા મળી રહે તે માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પોકેટ કોપ પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો હતો.

vijay rupani

રાજ્યના દરેક પોલિસ સ્ટેશનમાં ઇન્ચાર્જ દરેક તપાસ અધિકારીને સ્માર્ટફોન અપાશે. પૉકેટ કૉપ પ્રોજેક્ટ અન્વયે 4,900 સ્માર્ટફોન મોબાઇલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે તપાસ અધિકારીઓને અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૉકેટ કૉપનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પોલીસની મોબાઇલ ગવરનન્સ ક્ષેત્રે નવતર પહેલ કરી પોલિસ અધિકારીઓને પૉકેટ કૉપ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ ફોન અપાશે, જેના થકી પોલિસ અધિકારીઓ આંગળીઓના ટેરવે આરોપીની માહિતી એક જ ક્લિકમાં મેળવી શકશે.

પોલીસ તંત્રમાં ટેકનોલોજી આવતા હવે આરોપીઓનો તમામ ડેટા પોલિસના સ્માર્ટ ફોનમાં જ રહેશે, જેથી આંગળીના ટેરવે એક જ ક્લિકમાં તમામ ડેટા મળી જશે. પૉકેટ કૉપ પ્રોજેક્ટ અંતર્ગત 4 એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જેના થકી પાસપૉર્ટ વેરિફિકેશન, ગુનેગારને શોધવો, ખોવાયેલ વ્યક્તિની શોધ અને ચોરાયેલા વાહનની શોધ કરવામાં પોલિસને મદદરૂપ સાહિત થશે. પોલીસ કર્મીઓને મોબાઈલમાં 68 લાખ જેટલા ગુન્હેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ ઉપલબ્ધ થવાથી કાર્યદક્ષતા વધશે અને ગુન્હેગારોની હિંમત તૂટી જશે અને ગુજરાત સલામતી સુરક્ષામાં શિરમોર બનશે.

ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યમાં પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે હવે આ પૉકેટ કૉપનું રાજ્યવ્યાપી અમલીકરણ થશે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ એપ કાયદો-વ્યવસ્થાને સઘન બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. પોકેટ કોપ દ્વારા પાસપોર્ટ વેરિફિકેશન કરી શકાશે. તહોમતદાર સર્ચ, વાહન સર્ચ તથા મિસિંગ સર્ચ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોબાઈલ ગવર્નન્સ ક્ષેત્રે પ્રવેશ કરાવ્યો - રાજ્યના 4900 પોલીસકર્મીને ડેટા કનેક્ટિવિટી સાથેના સ્માર્ટ મોબાઈલ ફોન ફાળવવામાં આવ્યા હતા.

English summary
Chief Minister Vijay Rupani launched Pocket Cop hitech state police

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.