છોટા ઉદેપુરમાં કૂવામાં ખાબકેલો દીપડો પાંજરે પૂરાયો

Subscribe to Oneindia News

છોટા ઉદેપુર અન તેના આસપાસના વન વિસ્તારમાં અવારનવાર દીપડા દેખા દેતા હોય છે, તે દરમિયાન છોટા ઉદેપુરની નજીક આવેલા સંખેડાના નંદપુર ગામમાં એક કૂવામાં દીપડો ખાબક્યો હતો. દીપડાને અંધારામાં કૂવાની ખબર ન પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તે મોટી છલાંગ લગાવવા જતા કૂવામાં ખાબક્યો હતો. ત્યાર બાદ ગ્રામીણોએ વન વિભાગને જાણ કરતા એનિમલ વેલફેરની ટીમ દોડી આ હતી અને દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

panther

વન વિભાગની ટીમે ખાટલાને કૂવામાં દોરીથી ઉતારતા દીપડો તેની પર ચઢયો હતો, ત્યાર બાદ વન વિભાગે અતિશય જેહમત ઉઠાવીને એક દોરી દીપડાના પગમા ફેરવી દીધો હતો અને કૂવાના છેડે પાંજરૂ મૂક્યુ હતું. કૂવામાંથી સીધો જ દીપડાને પાંજરામાં મૂકી દેવામાં આવ્યો હતો. જેથી ગ્રામીણોએ રાહતનો શ્વાસ લીધો હતો. નાના ગામમાં દીપડો કૂવામાં ખાબક્યો હોવાની વાત જાણતા આસપાસના ગામન લોકો ફણ આ રેસ્ક્યૂ ઓપરેશન જોવા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કૂવો આશરે 75થી 80 ફૂટ ઉંડો હતો.

English summary
panther catch in chhota udepur

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.