For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર જિલ્લામાં કાર્યરત સ્ટેટિક સર્વેલન્સની ટીમ દ્વારા ૮ હજાર જેટલાં વાહનોનું ચેકિંગ કરાયું

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે કાર્યરત સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા ગાંધીનગર જિલ્લામાં ૨૪ ચેક પોસ્ટ પર ઊભા રહીને ૭,૯૪૦ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ ૧૭ હજાર કરત

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે કાર્યરત સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા ગાંધીનગર જિલ્લામાં ૨૪ ચેક પોસ્ટ પર ઊભા રહીને ૭,૯૪૦ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ ૧૭ હજાર કરતાં વધુ વ્યક્તિઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ELECTION

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિ પૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઇ મોટી રોકડ કે મતદારોને રીઝવવા માટેની ભેટ- સોગાદ, દારૂ જેવી ચીજવસ્તુઓની આપ-લે ન થાય તેના પર ચાંપતી નજર રાખવા માટે સ્ટેટિક સર્વેલન્સની ટીમો કાર્યરત છે. જિલ્લામાં તા. ૧૦મી નવેમ્બરથી આ ટીમ કાર્યરત થઇ છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલી પાંચ વિધાનસભા બેઠકની નક્કી થયેલી ૨૪ ચેક પોસ્ટ પર આ ટીમ ઊભી રહે છે. ટીમમાં એક એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર ધરાવતા અધિકારી અને ત્રણ પોલીસકર્મીઓ હોય છે. આ ચેક પોસ્ટ પાસેથી પસાર થતાં વાહનોની તપાસ ટીમ દ્વારા કરવામાં આવે છે. વાહનોનું ચેકિંગ થતું હોય ત્યારે તેનું વિડિયો શુટિંગ પણ કરવામાં આવે છે.

આ સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા આજ દિન સુધીમાં કુલ ૭,૯૪૦ જેટલાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી કોઇ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત થયો નથી.

English summary
Chucking of 8 thousand vehicles in Gandhinagar due to the election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X