For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 મહાનગરો હોટસ્પોટ ન બને તે માટે શહેરીજનો કાળજી રાખે તે આવશ્યકઃ DGP

4 મહાનગરો હોટસ્પોટ ન બને તે માટે શહેરીજનો કાળજી રાખે તે આવશ્યકઃ DGP

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા લોકડાઉનનો ચુસ્તપણે અમલ રાજ્યભરમાં થઈ રહ્યો છે. આગામી દસ દિવસ પણ આ રીતે સંપુર્ણ સહકાર મળતો રહે તેવી અપીલ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જનતા સમક્ષ કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યમાં પ્રજાકીય પ્રશ્નો અંગે તંત્રને રજૂઆતો મળી છે તેનું તાત્કાલિક નિવારણ કરવા તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોટ દળવાની ઘંટીઓ બંધ જણાય છે તેવા વિસ્તારોમાં સત્વરે ઘંટીઓ ચાલુ કરે અને પોલીસ પણ તેમની પાસે ઘંટી શરૂ કરાવે તેવા નિર્દેશો આપી દેવાયા છે.

શહેરી વિસ્તારોમાં વધ્યુ છે કોરોના સંક્રમણ

શહેરી વિસ્તારોમાં વધ્યુ છે કોરોના સંક્રમણ

શહેરી વિસ્તારોમાં હાલ કોરોના સંક્રમણના કેસોનું પ્રમાણ વધુ જણાયું છે. અમદાવાદ મોખરે રહ્યું છે. ચાર મહાનગરો પણ હોટસ્પોટ ન બને તે માટે શહેરીજનો સવિશેષ તકેદારી રાખે તે જરૂરી છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે પણ પોલીસ બંદોબસ્ત વધારી ને કડક પગલાં લેવાશે. શહેરી વિસ્તારોમાં લોકો ધાબા પર કે અંતરિયાળ મેદાનમાં ક્રિકેટ રમતા હોય તેવા બનાવો ધ્યાને આવ્યા છે. આ અંગે ડ્રોન ફૂટેજના આધારે ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી

સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી

કોરોના વાયરસ અને લોકડાઉન સંદર્ભે પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. કોઈપણ માહિતી કે પોસ્ટ ખરાઈ કર્યા વગર સોશિયલ મિડિયા પર ન મુકવાની તાકિદ કરવા છતાં પણ આવી ઘટનાઓ ધ્યાને આવી છે. આવી બાબતો ગંભીર છે એને ચલાવી ન લેવા રાજ્ય પોલીસ વડાએ પોલીસતંત્રને આદેશ કર્યો છે. માલવાહક વાહનોમાં નાગરિકોની હેરાફેરી ન કરવા સૂચના આપી હોવા છતાં તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

લોકોએ શક્ય ત્યાં સુધી હોમ ડિલેવરીથી ખરીદી કરવી

લોકોએ શક્ય ત્યાં સુધી હોમ ડિલેવરીથી ખરીદી કરવી

શહેરી વિસ્તારોમાં કે અન્ય જગ્યાએ નાગરિકો એ.ટી.એમ, બેંકોમાં કે અન્ય વસ્તુની ખરીદી માટે જાય ત્યારે જયાં લાઈનમાં ઊભા રહેવાનું હોય ત્યાં જરૂરી ડીસ્ટન્સ જાળવે. પરંતુ, શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન ખરીદી કરી હોમ ડિલીવરી દ્વારા વસ્તુઓ મંગાવવી હિતાવહ છે. લોકડાઉનના ચુસ્ત પાલન માટે પોલીસને ચોક્કસ દિશા નિર્દેશો આપ્યા છે. નાગરિકોએ પોલીસ સાથે સંઘર્ષમાં ન ઉતરવું, જો આવું બનશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરાશે.

Coronavirus: 24 કલાકમાં 1971 અમેરિકી નાગરિકોએ જીવ ગુમાવ્યા, હરેક કલાકે 50ના મોતCoronavirus: 24 કલાકમાં 1971 અમેરિકી નાગરિકોએ જીવ ગુમાવ્યા, હરેક કલાકે 50ના મોત

English summary
citizens should be careful to avoid becoming hotspot says DGP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X