For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં પ્રવાસી મજૂરોએ પોલિસ પર ફરીથી કર્યો પત્થરમારો, ઘરે જવાની કરી માંગ

સુરતમાં સોમવારે ફરીથી એકવાર પ્રવાસી મજૂરોએ પોલિસ પર પત્થરમારો કર્યો.

|
Google Oneindia Gujarati News

સુરતમાં સોમવારે ફરીથી એકવાર પ્રવાસી મજૂરોએ પોલિસ પર પત્થરમારો કર્યો. ત્યારબાદ પોલિસે એ લોકો પર વળતી કાર્યવાહી કરી અશ્રુ ગેસના શેલ છોડ્યા અને સ્થિતિને નિયંત્રણમાં લીધી. લૉકડાઉન શરૂ થયા બાદ આ પ્રવાસીઓની માંગ હતી કે તેમને હવે તેમના પૈતૃક સ્થળે મોકલવામાં આવે પરંતુ આ પ્રવાસી મજૂરોને પોતાના રાજ્યમાં જવા માટે કોઈ પણ વાહન વ્યવહારની સગવડ ન મળવાને કારણે તેમણે હોબાળો કર્યો. તેમણે લૉકડાઉનના દિશાનિર્દેશોનુ પણ ઉલ્લંઘન કર્યુ.

police

મજૂરોનુ કહેવુ છે કે અમને હજુ સુધી માર્ચને પગાર પણ નથી મળ્યો. જમવાની કોઈ વ્યવસ્થા નથી. સરકારે કોઈ સુવિધા આપી નથી. પોલિસ આવીને મારે છે, ડરાવે છે અને જતા રહે છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ સુરતમાં લૉકડાઉન 2 દરમિયાન પ્રવાસી મજૂરો અને પોલિસ વચ્ચે 28 એપ્રિલના રોજ ઝડપ થઈ હતી ત્યારબાદ પોલિસે 5 લોકોની ધરપકડ કરીને 300 લોકો સામે કેસ નોંધ્યો હતો. તેમાંથી મોટાભાગના સુરતમાં રહેતા પ્રવાસી મજૂર હતા.

પોલિસના જણાવ્યા મુજબ ઢિંઢોલી પોલિસ સ્ટેશન હેઠળના ઠાકોર નગરમાં અમુક લોકો કારણ વિના બજારમાં ફરી રહ્યા હતા. જ્યારે પેટ્રોલિંગ વેનમાં સવાર પોલિસે તેમને ઘરમાં રહેવા અને લૉકડાઉનના નિયમોનુ પાલન કરવા કહ્યુ તો તે ગુસ્સામાં આવીને પોલિસ પર પત્થરમારો કરવા લાગ્યા. ઘટના બાદ તરત જ પોલિસ પહોંચી અને એક કલાક બાદ તેને ઉકેલી લેવામાં આવી. આ ઘટનામાં એક હેડ કૉન્સ્ટેબલને ઈજા થઈ અને એક પોલિસ ગાડી ક્ષતિગ્રસ્ત થઈ છે.

આ પણ વાંચોઃ નમસ્તે ટ્રમ્પ માટે 100 કરોડ છે તો મજૂરો માટે કેમ નહિઃ પ્રિયંકા ગાંધીઆ પણ વાંચોઃ નમસ્તે ટ્રમ્પ માટે 100 કરોડ છે તો મજૂરો માટે કેમ નહિઃ પ્રિયંકા ગાંધી

English summary
Clash between migrant labourer and police in Surat, Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X