ગુજરાતમાં 6 થી 8 ના ક્લાસ 2 સપ્ટેમ્બરથી ફરીથી શરૂ થશે-શિક્ષણમંત્રી

કોરોનાની બીજી લહેર બાદ તબક્કાવાર રાજ્ય સરકાર વિવિધ પ્રકારની છુટછાટ આપવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ધોરણ 9 અને તેનાથી ઉપરના તમામ શૈક્ષણિક ક્લાસ શરૂ કરી દેવાયા છે.

કોરોનાની બીજી લહેર બાદ તબક્કાવાર રાજ્ય સરકાર વિવિધ પ્રકારની છુટછાટ આપવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ધોરણ 9 અને તેનાથી ઉપરના તમામ શૈક્ષણિક ક્લાસ શરૂ કરી દેવાયા છે. હવે રાજ્ય સરકારે 6 થી 8 ધોરણના ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં હવે કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ 6 થી 8 ના ક્લાસ શરૂ થશે. રાજ્યમાં કોરોના શરૂ થયો ત્યારબાદ થોડા દિવસોને બાદ કરતા ઓફલાઈન ક્લાસ હજુ ચાલી શક્યા નથી.

school resume

રાજ્યમાં 6 થી 8 ધોરણના ક્લાસ ફરીથી શરૂ કરવા માટે શિક્ષણમંત્રીએ લીલી ઝંડી આપી છે. શિક્ષણમંત્રીએ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે, રાજ્યમાં 2 સપ્ટેમ્બરથી 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરાશે. શાળાઓએ આ વર્ગો 50 ટકા કેપેસિટી સાથે ચલાવવાના રહેશે. સરકાર દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું તમામ શાળાઓએ પાલન કરવાનું રહેશે.

રાજ્યમાં કોરોના શરૂ થયો ત્યારથી શિક્ષણ પ્રભાવિત છે ત્યારે ઓફલાઈન ક્લાસ શરૂ કરવાની સાથે સાથે રાજ્યમાં શાળાઓએ ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રાખવાના રહેશે. શાળાઓએ ક્લાસ શરૂ કરવા સાથે જ તમામ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત શાળાઓને સમયે સમયે સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનિય છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે ત્યારે સરકાર તબક્કાવાર શાળાઓ શરૂ કરી રહી છે. આ પહેલા 9 અને તે ઉપરના ક્લાસ શરૂ કરી દેવાયા છે. હવે 6 થી 8 ના ઓફલાઈન અને ઓનલાઈન ક્લાસ સાથે સાથે ચાલશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X