For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સમાપન, 33 વક્તાઓએ ભાગ લીધો

વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના સમાપન સમારો ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં 33 જેટલા વક્તાઓએ ભાગ લીધો હતો, જેમાં 8 આંતરરાષ્ટ્રીય વક્તાઓ પણ સામેલ હતા. વક્તાઓ દ્વારા સમગ્ર દેશ અને ગુનારાતમાં આવેલા વિવિધ આર્કિયોલોજી સાઈટના

|
Google Oneindia Gujarati News

વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના સમાપન સમારો ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં 33 જેટલા વક્તાઓએ ભાગ લીધો હતો, જેમાં 8 આંતરરાષ્ટ્રીય વક્તાઓ પણ સામેલ હતા. વક્તાઓ દ્વારા સમગ્ર દેશ અને ગુનારાતમાં આવેલા વિવિધ આર્કિયોલોજી સાઈટના સરણક્ષણ અને વધુ આધુનિક અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને સંશોધન કરવાને પ્રોત્સાહન મળે તેના પર ભાર મુક્યો હતો.

Vadnagar

ગુજરાતમાં વડનગર સિવાય અન્ય બુદ્ધિસ્ટ આર્કિયોલોજીકલ સાઈટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. 3 દિવસીય સીબીટમાં એમએસ યુનિવર્સિટીના વિધાર્થીઓ તેમજ આર્કિયોલોજી ના જાણકારો અને રસ રુચિ ધરાવતા લોંકો ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો હતો.

વડનગરમાં આવેલા વિવિધ આર્કિયોલોજી સાઇટ જેમાં હાલમાં માલી આવેલ ભગવાન ભુધના સ્તૂપ, તેમજ કીર્તિ તોરણ, સહિતના અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે. જેમે દુનિયા સમક્ષ રાખવા તેમજ ટુરિઝમનો વિકાસ થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ભારતની આઝાદીના અમૃત મોહત્સવમાં ભારતની આર્કિયોલોજી તેમજ ઐતિહાસિક ધરોહરોની જાળવણી અને લોકો તેમજ આપણી આવનારી પેઢી તેનાથી વાકેફ થાય તે હેતુ થી સમગ્ર દેશમાં આવેલી આ પ્રકારની સાઈટો નું લોકો સમક્ષ લાઇ જઈને તેનો પ્રચાર પ્રસાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું.કોન્ફરન્સ ના અંતિમ દિવસે દેશની 6 જેટલી યુનિવર્સિટી સાથે સંસ્ક્રુતિ અને હેરીતેસજને લતા એમ.ઓ.યુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા.

મુખ્ય સચિવ દ્વારા વડનગર ઉત્સવ કરવાની પણ સમાપન સમારોહમાં જાહેરાત કરવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે, વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફ્રાન્સની જેમ વડનગર ઉત્સવ દર વર્ષે ઉજવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, 18 મેં ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 3 દિવસીય વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફ્રાન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં કેન્દ્રીય સંસ્કૃઈમંત્રી મીનાક્ષી લખી સહિત ભારત ભૂટાન, શ્રીલંકાના પ્રતિનિધિ યુનેસ્કોના એરિક ફાલ્ટા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, રમત ગમત યુથ અને સંસ્કૃતિ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Closing of Vadnagar International Conference, 33 speakers participated
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X