સરદાર@150 યુનિટી માર્ચ: CM ભૂપેન્દ્ર પટેલે કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરા
Sardar Patel Unity March: સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે વિશેષ આયોજન, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના CM માનિક સાહાએ પદયાત્રાનો કરાવ્યો પ્રારંભ, 6 ડિસેમ્બરે એકતાનગર (કેવડિયા) ખાતે પદયાત્રાનું સમાપન થશે.

દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે આણંદના કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા 'સરદાર@150 યુનિટી માર્ચ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના CM માનિક સાહાએ કરમસદ ખાતે આ ઐતિહાસિક પદયાત્રાને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
કરમસદથી એકતાનગર સુધીની યાત્રા
આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર (કેવડિયા) ખાતે આગામી તા. 06 ડિસેમ્બરના રોજ પહોંચશે.
CM ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના પવિત્ર અવસરે ડો. બાબાસાહેબ આંબેડકર અને સંવિધાન સભાના તમામ સદસ્યોને નમન કરીને આ પદયાત્રાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે,
"સરદાર સાહેબનું બાળપણ અને શાળાકીય શિક્ષણ જ્યાં થયું, તે પવિત્ર ભૂમિ કરમસદથી લઈને એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે. સરદાર સાહેબની આ અભૂતપૂર્વ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવના ઇતિહાસનું જીવંત પ્રતીક બની છે."
અખંડ ભારતના નિર્માણનો સંદેશ
મુખ્યમંત્રીએ સરદાર સાહેબના યોગદાનને યાદ કરતાં કહ્યું કે, આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે તેમણે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.
આ યુનિટી માર્ચનો મુખ્ય ઉદ્દેશ સરદાર સાહેબે આપેલો રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે. આ પદયાત્રા દરમિયાન યોજાનારા કાર્યક્રમોથી લોકો સરદાર સાહેબના જીવન મૂલ્યોને જાણશે અને રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ મજબૂત થશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સરદાર સાહેબ હંમેશા શ્રમિકો અને ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યા, જેમણે અમદાવાદના કામદારોના હક માટે અને ખેડા તથા બારડોલીના ખેડૂતોના ન્યાય માટે અંગ્રેજી હકુમતને હચમચાવી નાખી હતી.












Click it and Unblock the Notifications
