ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’ માટે ₹5576 કરોડ ફાળવ્યા
ગાંધીનગર: PM નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને 'વિકસિત ગુજરાત'ના માર્ગે સાકાર કરવા માટે CM ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને ઇમારત વિભાગના કુલ 124 કામો માટે ₹7737 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. આ નિર્ણય દ્વારા રાજ્યના રોડ નેટવર્કને વધુ મજબૂત, સલામત અને ઝડપી બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે ₹5576 કરોડ
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને સંગીન બનાવવા પર ભાર મૂક્યો છે. આ અંતર્ગત, ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ પર 'ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' વિકસાવવા માટે નીચેના 9 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટે ₹5576 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે:
રૂટનું નામ - લંબાઈ (કિ.મી.)- મંજૂર રકમ (કરોડમાં)
બગોદરા - ધંધુકા - બરવાળા - બોટાદ - 92.23 - ₹67.43
બોટાદ - ઢસા - ચાવંડ - અમરેલી - બગસરા - બિલખા - મેંદરડા - 67.30 - ₹158.60
મેંદરડા - કેશોદ - માંગરોળ - 48.55 - ₹81.38
ઊંઝા - પાટણ - શિહોરી - દિયોદર - ભાભર - 105.05 - ₹858.39
કરજણ - ડભોઇ - બોડેલી - 71.10 - ₹331.16
દહેગામ - બાયડ - લુણાવાડા - સંતરામપુર - ઝાલોદ - 167.54 - ₹1514.41
અમદાવાદ - હરસોલ - ગાંભોઈ - વિજયનગર - 143.30 - ₹640.30
સંતરામપુર - મોરવા હડફ - સંતરોડ - 49.90 - ₹861.71
સંતરોડ - દેવગઢ બારિયા - છોટા ઉદેપુર - 64.05 - ₹1062.82
કુલ - 809 કિ.મી. - ₹5576 કરોડ
નવા કોરિડોરથી થનારા લાભ
આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણથી રાજ્યમાં પરિવહન વધુ ઝડપી બનશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધરશે અને પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉપરાંત, આ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ અને પ્રવાસનને પણ વેગ મળશે.
ક્લાઇમેટ રેઝિલિયેન્ટ માર્ગો માટે ₹1147 કરોડ
CMએ રાજ્યના માર્ગોને ક્લાઇમેટ રેઝિલિયેન્ટ (આબોહવા પરિવર્તન સહન કરી શકે તેવા) અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે ₹1147 કરોડ મંજૂર કર્યા છે. આ રકમ હેઠળ 271 કિ.મી. લંબાઈના 20 કામો હાથ ધરવામાં આવશે.
આ માર્ગોના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, ફ્લાય-એશ, જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ જેવી નવતર ટેકનોલોજીનો ઉપયોગ થશે, જેનાથી માર્ગો વધુ ટકાઉ, મજબૂત અને પર્યાવરણને અનુકૂળ બનશે.
આ ઉપરાંત, રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના 803 કિ.મી. લંબાઈના 79 કામો માટે પણ ₹986 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
CMના આ નિર્ણયો PM નરેન્દ્ર મોદીના 'જે કહેવું તે કરવું'ના સંકલ્પને સાકાર કરીને રાજ્યના નાગરિકોને 'ઇઝ ઑફ લિવિંગ' પ્રદાન કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.












Click it and Unblock the Notifications
