CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની 'ફોકસકોન'ના ચેરમેન યંગ લિયુ સાથે કરી બેઠક

ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની 'ફોકસકોન'ના ચેરમેન શ્રીયુત યંગ લિયુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી.

ગુજરાતને આંગણે યોજાઇ રહેલી સેમીકોન ઇન્ડિયા ૨૦૨૩માં સહભાગી થવા આવેલા ફોકસકોનના ચેરમેન પ્રથમવાર ગુજરાત આવ્યા છે.

bhupendra patel

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે ભારતમાં તેમની કંપનીના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમને ગુજરાતે જાહેર કરેલી 'સેમી કન્ડક્ટર પોલીસી ૨૦૨૨-૨૭' માં મળતા લાભો અને અન્ય પ્રોત્સાહનોની વિગતો બેઠક દરમિયાન આપી હતી.

ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સજ્જ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ફોક્સકોનના ચેરમેનશ્રીએ ગુજરાત તેમના સંભવિત રોકાણોમાં અગ્રસ્થાને રહેશે તેમ આ તકે જણાવ્યું હતું.

મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી વિજય નેહરા આ બેઠકમાં જોડાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X