Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ, દીકરીના લગ્ન અટકી ન જાય તે માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું
Gujarat News: જામનગરના પરમાર પરિવારની દીકરી સંજનાના લગ્ન ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા, પરંતુ બીજા જ દિવસે CMનો કાર્યક્રમ હોવાથી ચિંતા હતી; CM ભૂપેન્દ્ર પટેલે માનવતાના ધોરણે તાત્કાલિક પોતાનો કાર્યક્રમ બીજા સ્થળે શિફ્ટ કરાવ્યો, પરિવારજનોએ CMનો હૃદયપૂર્વક આભાર માન્યો.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અને મૃદુ અભિગમનું ઉદાહરણ પૂરું પાડતી એક હૃદયસ્પર્શી ઘટના જામનગરમાં સામે આવી છે. CMએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી નાખ્યું હતું.
લગ્નની તૈયારીઓ વચ્ચે ચિંતાનું મોજું
જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન તા. 23-11-2025ના રોજ શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. પરિવારમાં રૂડો અવસર હોવાથી તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં જ સમાચાર મળ્યા કે, લગ્નના બીજા જ દિવસે એટલે કે 24-11-2025ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાહેર કાર્યક્રમ પણ ટાઉનહોલ ખાતે નિર્ધારિત થયો છે.
મુખ્યમંત્રીના આગમનને કારણે ટાઉનહોલની આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ સઘન બનવાની હતી, જેના કારણે લગ્નવિધિમાં અવરોધ ઊભો થવાની શક્યતા હતી. આ પરિસ્થિતિથી પરમાર પરિવારની ચિંતા વધી ગઈ હતી.
મુખ્યમંત્રીનો તાત્કાલિક સંવેદનશીલ નિર્ણય
પરિવારે આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જ્યારે આ વાત CM ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આવી, ત્યારે તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક આદેશ આપ્યો.
"આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે."
CMના આદેશના પગલે, જામનગર ખાતે યોજાનાર સરકારી કાર્યક્રમનું સ્થળ બદલી નાખવામાં આવ્યું.
CMએ ફોન કરીને આપી હૈયાધારણ
સંજના પરમારના કાકા બ્રિજેશ પરમારે આ ઘટનાક્રમ અંગે વાત કરતાં જણાવ્યું કે, "મુખ્યમંત્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી હતી. તેમણે કહ્યું કે, 'તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા, ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું'."
CMની આ સંવેદનાથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ હતી. બ્રિજેશ પરમારે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, "લગ્નગાળાની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું અમારા માટે અઘરું હતું. મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા."
આ ઘટના દર્શાવે છે કે CM ભૂપેન્દ્ર પટેલ માત્ર મૃદુ અને મક્કમ વહીવટકર્તા જ નહીં, પણ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ સદા સંવેદનશીલ રહેનારા 'ઉત્તમ માણસ' છે.
-
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો









Click it and Unblock the Notifications
