ખેરાલું સતલાસણામાં પાણીની સમસ્યા હલ કરવા સીએમની હકારાત્મક કામગીરી
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ખેરાલુ-સતલાસણાના સિંચાઇના પાણીના પ્રશ્નોને લઈને આગેવાનોએ મુલાકાત કરી હતી. ખેરાલુ સતલાસણાના ચાલીસથી વધારે પ્રતિનિધિઓ મુખ્યમંત્રીને અને સિંચાઈ મંત્રીને રૂબરૂ મળેલા અને સિંચાઇના પાણીના વિષયમાં વિસ્તૃત ચર્ચા થયેલી. મુખ્યમંત્રીએ સિંચાઈ મંત્રીની હાજરીમા પ્રતિનીધી મંડળની રજુઆત ધ્યાનપૂર્વક સાંભળી સતલાસણા, ખેરાલુ તાલુકાની સિંચાઈ ની સમસ્યાઓ અને તેના હકારાત્મક ઉકેલ માટે ભલામણ કરી હતી.

બે કલાક સુધી માનનીય સિંચાઇ મંત્રીશ્રી તેમજ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે લગભગ બે કલાક સુધી લાંબી ચર્ચા થયેલી. આ ચર્ચાના અંતમાં છેલ્લે ૫ વિષય ઉપર સરકારે ચર્ચા-વિચારણા કરી ઘટતુ કરવા અને તમામ બાબતો પરિપૂર્ણ કરવા આપણને કેબીનેટમાં ચર્ચા કરવાની અને કેટલીક બાબતોનો તાત્કાલીક અસરથી પુર્ણ કરવાની ખાતરી આપી હતી.
ખેરાલુ સતલાસણા વિસ્તાર માટે ધરોઇ ડેમ આધારી 131 કરોડની પાઇપલાઇન મારફતે સિંચાઈ નુ પાણી પહોચાડવાની યોજના વહેલામાં વહેલી તકે પરિપૂર્ણ કરવાની તેમજ આ યોજનામાં સૌ પ્રથમ ધરોઇથી વરસંગ તળાવ સુધીની પાઇપલાઇન ત્વરીત પુર્ણ કરવા અધિકારીઓને સુચના આપી.જેથી વરસંગ અને ચિમનાબાઇ સરોવર મા પાણી આપી શકાય.
રસુલપુર પંપીંગ સ્ટેશન ની મશીનરી માટે વીજલોડ પુરતો ન હોવાથી પુરતુ પંપીગ થઈ શકતુ ન હતુ જે વીજલોડ તાત્કાલિક ધોરણે વધારો કરવા માટેની જોગવાઇ કરી અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી જેથી પુરી ક્ષમતાથી મશીનરીઓ ચલાવવામાં આવશે અને કુડા ફિડર તથા ચિમનાબાઇ સરોવર મા વધુ પાણી મળી શકશે
ધરોઈ ડેમમાંથી ખેરાલુ અને સતલાસણા વિસ્તાર માટે પાણીનો જથ્થો સુનિશ્ચિત કરવાની જોગવાઈ કરવાની દરખાસ્ત બનાવવાની અધિકારીઓને સુચના આપવામા આવી તથા આ સંદર્ભમાં બુધવારે આપણા વિસ્તારના પ્રતિનિધિઓ એક દરખાસ્ત લઈને ગાંધીનગર રૂબરૂ મળવા જશે અને માનનીય સિંચાઈ મંત્રી ને આ દરખાસ્ત મોકલી આપશે, જેમાં આ દરખાસ્ત મંજુર કરવા સુધીની પ્રક્રિયા બાબતે કેબિનેટમાં વિશેષ ચર્ચા કરવામાં આવશે. જેની આપણને ખાતરી આપવામાં આવી છે
નર્મદા નિગમ પાસેથી પુરતો પાણી નો જથ્થો મેળવી ચિમનાબાઇ સરોવર થી પશુઓને પીવા ભરવા માટે બુધવારે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. તથા ચોમાસાના ચાર મહિનામાં પૂરતી ક્ષમતાથી ૨૦૦ ક્યુસેક પાણી આપવામાં આવશે જેથી ચોમાસામાં ચિમનાબાઇ ૨૪ ફુટ સુધી જળવાઈ રહે.
ડાવોલ ડાલીસણા અને વરેઠા આ ત્રણેય ગામના તળાવ ભરવા અંતર્ગતની પાઇપલાઇન યોજના વહેલામાં વહેલી તકે પરિપૂર્ણ કરવાની ખાતરી આપી છે, જે વિષયમાં અધિકારીઓને પણ સૂચનાઓ મોકલવામાં આવી છે.












Click it and Unblock the Notifications
